2019માં કારના વેચાણમાં છેલ્લા બે દાયકાનો સૌથી મોટો ઘટાડો


નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

2019નું વર્ષ ભારતીય ઓટો ઉદ્યોગ માટે પડકારજનક રહ્યું છે. 2019માં કારના વેચાણમાં પણ મોટા પાયે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 20 વર્ષમાં 2019માં કારના વેચાણમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓટો કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપતી હોવા છતાં વધતી અનિશ્ચિતતા, મુશ્કેલ ફાઇનાન્સિંગ અને આિર્થક મંદીને કારણે ગ્રાહકો કાર ખરીદવાનું ટાળી રહ્યાં છે. 

કિઆ મોટર્સ અને એમજી મોટર્સ જેવી નવી કંપનીઓના પ્રવેશ છતાં કારના વેચાણમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે આ બંને કંપનીઓએ મુશ્કેલ સમયમાં પણ સારી એન્ટ્રી કરી છે. 

ઓટો ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર 2019માં પેસેન્જર વાહનોનું વેચાણ ઘટીને 30 લાખથી ઓછું રહ્યું છે. મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, હોન્ડા અને ટોયોટાના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. 

2018ની મધ્યથી વાહનોના વેચાણમાં ઘટાડાની શરૂઆત થઇ ગઇ હતી. 2019માં આિર્થક વિકાસમાં ઘટાડો, રાજકીય અનિશ્ચિતતા અને લોકસભાની ચૂંટણીને કારણે વાહનોના વેચાણમાં ઘટાડો થવાનું ચાલુ રહ્યું હતું. 

મારૂતિ સુઝુકીના માર્કેટિંગ અને સેલ્સ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 2019નું વર્ષ ભારતીય ઓટો કંપનીઓ માટે ખરેખર એક પડકારજનક વર્ષ હતું. જો કે તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવા વર્ષમાં ઓટો સેક્ટરની મંદી દૂર થશે. ઉલ્લેખનીય છે કે મારૂતિ સુઝુકી ભારતીય કાર બજારમાં 50 ટકા માર્કેટ શેર ધરાવે છે. વ્યાજ દરમાં થઇ રહેલા ઘટાડા અને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી રહેલી તેજીથી કારના વેચાણમાં વૃદ્ધિ જોવા મળશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZJLO2N
via Latest Gujarati News

Post a Comment

0 Comments