RSS સંલગ્ન સંગઠન 'મજદૂર સંઘ' આજે મોદી સરકારની નીતિઓના વિરોધમાં પ્રદર્શન કરશે


નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સંલગ્ન સંગઠન ભારતીય મજદૂર સંઘે મોદી સરકારની નીતિઓના વિરોધમાં પ્રદર્શનની જાહેરાત કરી હતી. પાટનગર દિલ્હીના જંતરમંતર ઉપરાંત દેશભરમાં જિલ્લા મથકોએ મજદૂર સંઘ વિવિધ માગણી સાથે સરકારનો વિરોધ કરશે.

ભારતીય મજદૂર સંઘના મહાસચિવ વિરજેેશ ઉપાધ્યાયે જાહેર કર્યું હતું કે મોદી સરકારની શ્રમ નીતિના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દેશભરમાં 3જી ડિસેમ્બરે પ્રદર્શનો કરશે. પાટનગર દિલ્હીના જંતરમંતરમાં વિરોધ પ્રદર્શનો થશે. એ સિવાય દેશભરમાં જિલ્લા મથકોએ સરકારની નીતિનો વિરોધ કરાશે.

કરાર આધારિત ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓને કાયમી નોકરી આપવી, હંગામી નોકરીને બદલે કાયમી નોકરી, રોજિંદા  વળતરમાં વધારો, અસંગઠિત રીતે કામ કરતા કામદારોને યોગ્ય વળતર અને સૃથાઈ રોજગાર, વ્યક્તિગત આવક વેરાની મર્યાદા આઠ લાખ રૂપિયા સુધી કરવા સહિતની માગણીઓ મજદૂર સંઘ સરકાર સમક્ષ મૂકશે.

મજદૂર સંઘે કહ્યું હતું કે રેલવેનું ખાનગીકરણ કરવું યોગ્ય નથી. એ જ રીતે ડાયરેક્ટ વિદેશી રોકાણનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. આ પગલાંથી દેશને લાંબાંગાળે નુકસાન થશે એટલે એ નીતિઓનો વિરોધ દેશભરમાં કરાશે.

મજદૂર સંઘે આરોપ લગાવ્યો હતો કે સરકારે વર્તમાન સિૃથતિમાં શ્રમ કાનૂને ચાર કોડમાં સિમિત કરવાની કોશિશ  કરી છે, એ પણ કામદારો માટે યોગ્ય પગલું નથી. મજદૂર સંઘે કોડમાં સુધારાની માગણી કરી છે. નોકરશાહી અને ઉદ્યોગપતિઓ વચ્ચે સાંઠગાંઠથી મજૂરોને અને કામદારોને નુકસાન થઈ રહ્યુંં હોવાનું પણ મજદૂર સંઘે કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rNQTuc
via Latest Gujarati News

Post a Comment

0 Comments