બીપીસીએલ અને એર ઇન્ડિયાના વેચાણની પ્રક્રિયા માર્ચ સુધીમાં પૂરી થવાની શક્યતા નહિવત્


બીપીસીએલનો  રૂ.56480 કરોડનો 53.3 ટકા હિસ્સો વેચવા સરકાર પ્રયત્નશીલ

મુંબઇ, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

માર્ચના અંત સુધીમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ), કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(કોનકોર્પ) અને એર ઇન્ડિયાને વેચવાની પ્રક્રિયા માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોવાથી સરકાર ચાલુ નાણાકીય વર્ષ 2019-20મ3ાં 1.05 ટ્રિલિયન રૂપિયાનો ડિઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકશે નહીં તેવી ધારણા છે.

નામ ન આપવાની શરતે એક સરકારી અિધકારીએ જણાવ્યું હતું કે સરકારી કંપનીઓ ખરીદવા માગતી ખાનગી કંપનીઓની માગ પ્રત્યે સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે નાણાકીય ખાધ નવેમ્બરમાં જ નિર્ધારિત લક્ષ્યાંકના 115 ટકાએ પહોંચી ગઇ છે. જો સરકાર દ્વારા આવક વધારવાના કોઇ ઉપાય  કરવામાં નહીં આવે તો નાણાકીય ખાધમાં હજુ પણ વધારો જોવા મળશે. 

સરકાર બીપીસીએલનો 53.3 ટકા હિસ્સો વેચવા માગે છે. જેની કીંમત બીપીસીએલના શેરના ભાવ મુજબ 56,480 કરોડ રૂપિયા થાય છે.  સરકાર કોનકોર્પનો પણ 31 ટકા હિસ્સો વેચવા માગે છે.  જેની કીંમત કોનકોર્પના શેરના ભાવ મુજબ 10,724 કરોડ રૂપિયા થાય છે.

જો આ બંને કંપનીઓનો નિર્ધારિત હિસ્સો વેચી દેવામાં આવે તો સરકારને 67,204 કરોડ રૂપિયા મળે. જો કે આ રકમમાં અનલિસ્ટેડ એર ઇન્ડિયાના વેચાણનો સમાવેશ થતો નથી. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2018-19માં 8556 કરોડ રૂપિયાનું નુકસાન કર્યુ હતું.

નાણાકીય વર્ષ 2019-20ના નિર્ધારિત 1.05 ટ્રિલિયનના લક્ષ્યાંક સામે હજુ સુધી ફક્ત 17, 364 કરોડ રૂપિયા જ મળ્યા છે.  ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં સરકાર બીપીસીએલ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એસસીઆઇ0 અને કોનકોર્પના હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zkkBn
via Latest Gujarati News

Post a Comment

0 Comments