સિઆચેનમાં તૈનાત જવાનોને રૂ. 1.5 લાખની લાઈફ સપોર્ટ સિસ્ટમ મળશે


સિઆચેન, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિઆચેનમાં બર્ફિલા તોફાનો સામે ભારતીય લશ્કરના જવાનો પહેરો ભરે છે અને સરહદની રખેવાળી કરે છે. આ સૈનિકોને ખાસ પ્રકારે ડિઝાઈન થયેલી કિટ આપવામાં આવશે. સિઆચેનમાં વિપરિત સંજોગોમાં દેશની સરહદો સંભાળતા જવાનોને રૂ. 1.5 લાખની લાઈફ સપોર્ટ સિસ્ટમ મળશે. આ કિટ ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવી છે.

જેમાં 50 હજાર રૂપિયાનો ઓક્સિજન, 14 હજાર રૂપિયાનું જેકેટ, 13 હજાર રૂપિયાનું સ્લીપિંગ બેગ, તોફાનમાં પહેરવા માટેના ખાસ પ્રકારના 28,000 રૂપિયાના કપડા, 12,500 રૂપિયાના શૂઝ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કિટમાં ખાસ ઉપકરણો પણ હશે, જેમાં હિમસ્ખલન પીડિતોની માહિતી મળે એવું ગેજેટ પણ સામેલ છે.

આ ઉપકરણોથી સજ્જ નવું સુરક્ષાકવચ બદલાતા વાતાવરણ વચ્ચે અને બર્ફિલા તોફાનો વખતે દેશના રખેવાળોની રખેવાળી કરશે. સિઆચેનમાં 17,000 ફૂટથી 22,000 ફૂટની ઊંચાઈએ ભારતીય જવાનો પહેરો ભરી રહ્યા છે. સિઆચેનની સિૃથતિ ખૂબ જ પડકારજનક હોવાથી ત્યાં સૈનિકોને સતત પડકારોનો સામનો કરવો પડે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NXn9TI
via Latest Gujarati News

Post a Comment

0 Comments