
દાવોસ/સંયુક્ત રાષ્ટ્ર, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
પાકિસ્તાને દાવોસમાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દો ઊઠાવ્યો હતો અને પાકિસ્તાનની વર્તમાન આિર્થક કંગાળ સિૃથતિ માટે પરોક્ષ રીતે ભારત પર દોષારોપણ કર્યું હતું. ભારતે ઈમરાન ખાનના આ નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપતાં ગુરૂવારે કહ્યું કે પાકિસ્તાની વડાપ્રધાનનું નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ કેટલા હતાશ થઈ ગયા છે અને તેઓ દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
ઈમરાન ખાનના નિવેદન સામે સવાલ ઉઠાવતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પૂૂછ્યું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે ગંભીર હોય તો આતંકી સંગઠનો વિરૂદ્ધ પગલાં કેમ નથી લેતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, દાવોસમાં પાકિસ્તાનના વડાપ્રધાને અનેક બાબતો કહી છે. જોકે, તેમના નિવેદનોમાં કશું જ નવું નથી. અનેક મહિનાઓથી પાકિસ્તાન આ જ રીતે ઝેર ઓકી રહ્યું છે.
તે અનેક વિરોધાભાસી નિવેદનો કરી રહ્યું છે અને તેમના નિવેદનોમાં તથ્યાત્મક ભૂલો પણ છે. આ બધું દર્શાવે છે કે ઈમરાન ખાન કેટલા હતાશ થઈ ગયા છે. લાગે છે તેઓ એકદમ નિરાશાની ભાવના તરફ ધકેલાઈ રહ્યા છે.
પાકિસ્તાને એ સમજવું પડશે કે વૈશ્વિક સમાજ તેના બેવડાં ધોરણો સમજી ગયું છે. એક બાજુ તે પોતાને આતંકવાદથી પીડીત દેશ ગણાવે છે. બીજીબાજુ તે એવા આતંકી સંગઠનોને આશરો આપે છે, જે ભારત અને અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવે છે.
રવિશ કુમારે ઉમેર્યું કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છતું હોય તો તે આતંકી જૂથો સામે પગલાં કેમ નથી લઈ રહ્યું? અમને લાગે છે કે પાકિસ્તાન હંમેશા આંતરરાષ્ટ્રીય સમાજને ગેરમાર્ગે દોરવા માટે આવા નિવેદનો આપે છે.
તેણે આવા નિવેદનો આપવાનું બંધ કરવું જોઈએ. રવીશકુમારે આતંકવાદ માટે પાકિસ્તાનના ફન્ડિંગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાન પર શિકંજો કસ્યો છે. પેરસિમાં 16મી ફેબુ્રઆરી આ અંગે બેઠક થઈ રહી છે.
અમને લાગે છે કે આ બેઠકમાં પાકિસ્તાને આતંકવાદને ડામવા માટે કેટલું કામ કર્યું છે તેનું પણ ધ્યાન રખાશે. પાકિસ્તાન જે રીતે આકંરવાદને ફાઈનાન્સ કરી રહ્યું છે, તે ચિંતાજનક છે. હવે એફએટીએફના સભ્યોએ જોવાનું છે કે ઈમરાન સરકારે તે બંધ કરવા માટે શું કામ કર્યું છે.
દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. ભારતના ડેપ્યુટી સૃથાયી પ્રતિનિિધ નાગરાજ નાયડુએ પાકિસ્તાનના નિવેદનને 'ઝેર ઓકતું' અને 'આૃર્થહીન' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન સહજતાથી નફરત ફેલાવતા ભાષણો આપે છે અને આંતરરાષ્ટ્રીય સમાજને સત્ય અંગે 'અંધારા'માં રાખે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36kVH8J
via Latest Gujarati News
0 Comments