માલ્યાના ફ્રાન્સિસી ટાપુ પર 17 બેડરૂમ, થિયેટર અને હેલિપેડ ધરાવતા મેન્શનની હરાજી થશે


લંડન, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

દારૂના ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યા પર વધુ એક મુશ્કેલી આવી પડી છે. માલ્યાની ફ્રાન્સિસી દ્વીપ પર 17 રૂમની હવેલી બંધ પડી છે. કતર નેશનલ બેંકે કોર્ટમાં અરજી દાખલ કરી જણાવ્યું હતું કે વિજય માલ્યાની ફ્રાન્સિસી દ્વીપ ઇલે સેંટ મારગુએરાઇટ  પર 1.3 હેક્ટરની પ્રોપર્ટી લાંબા સમયથી ખાલી પડી હોવાથી તેની હરાજી કરવાની મંજૂરી આપવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે માલ્યાએ આ મેન્શન ખરીદવા માટે 212 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તેની ચુકવણી કરી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હવેલીમાં 17 લગ્ઝરી બેડરૂમ, નાઇટકલબ, સિનેમાહોલ અને હેલિપેડ પણ સામેલ છે. 

ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતમાં મુંબઇની સ્પેશિયલ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની બેંકોને આિર્થક અપરાધી વિજય માલ્યાની સંપત્તિને વેચીને દેવાની બાકી રકમ વસૂલ કરવાની પરવાનગી આપી હતી. 

માલ્યાએ આ હવેલી ખરીદવા માટ કતર નેશનલ બેંકની પેટા કંપની એન્સબાચેર એન્ડ કંપની  પાસેથી 3 કરોડ ડોલર(210 કરોડ રૂપિયા)ની લોન લીધી હતી. માલ્યા દ્વારા લોનની રકમ ચૂકવવા માટે વધુ સમયની માગ કરી તો બેંકે આ સંપત્તિ કીંમત નક્કી કરવાના નિર્દેશ આપ્યા હતાં. રિયલ એસ્ટેટ એજન્ટોના જણાવ્યા અનુસાર આ મિલકતની કીંમતમાં 1 કરોડ યુરોનો ઘટાડો થયો છે. 

બ્રિટનમાં માલ્યા પર બેંકોના 9000 કરોડ રૂપિયા નહીં ચૂકવવાનો પણ કેસ ચાલી રહ્યો છે. બેંકોની લોનની રકમ નહીં ચૂકવવા ઉપરાંત માલ્યા પર છેતરપિંડી અને મની લોન્ડરિંગનો પણ આરોપ છે. માલ્યા 2016માં ભારત છોડીને લંડન ભાગી ગયો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2u9W7S1
via Latest Gujarati News

Post a Comment

0 Comments