પીઓકેમાં જનમત કરાવીશ, પરંતુ ભારત કાશ્મીર માટે તૈયાર થવું જોઈએ : ઈમરાન


લાહોર, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવામાં સતત નિષ્ફળ રહેલું પાકિસ્તાન કુતરાની પૂંછડી વાંકી તે વાંકી કહેવતને સાર્થક ઠેરવી રહ્યું છે. હજી આ સપ્તાહની શરૂઆતમાં જ કાશ્મીર મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવીને નામોશી વહોરનાર પાકિસ્તાને વધુ એક વખત આ મુદ્દાને ઊછાળ્યો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ વખતે જર્મન બ્રોડકાસ્ટ ડયુશ વેલેને આપેલી એક મુલાકાતમાં કાશ્મીર મુદ્દો ઉછાળ્યો છે. એટલું જ નહીં તેમણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આંતરરાષ્ટ્રીય નિરિક્ષકોની દેખરેખમાં જનમત સંગ્રહ માટે પણ તૈયારી દર્શાવી છે. જોકે, આ માટે તેમણે ભારતના કાશ્મીરમાં પણ આ જ નીતિ અપનાવવાની માગણી કરી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ કરવાના નિર્ણય અને નાગરિકતા કાયદામાં સુધારા મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વધુ એક વખત મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન પીઓકેમાં જનમત સંગ્રહ માટે તૈયાર છે. સૃથાનિક લોકોને જ નક્કી કરવા દો કે તેઓ પાકિસ્તાન સાથે રહેવા માગે છે કે આઝાદ થવા માગે છે. જોકે, આ માટેની પૂર્વ શરત એ છે કે દુનિયાના નિરિક્ષકોએ ભારતના કાશ્મીરમાં પણ જનમત સંગ્રહ કરાવવો પડશે.

જોકે, તેમણે કબૂલ્યું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ દેશનું સમર્થન નથી મળી રહ્યું. તેમણે પશ્ચિમી દેશો પર કાશ્મીર મુદ્દે વ્યાવસાયિક હિતોને વધુ મહત્વ આપવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે કહ્યું ભારત મોટું બજાર હોવાથી પશ્ચિમી દેશો કાશ્મીર મુદ્દાને સમર્થન નથી આપતાં.  

 પીઓકેમાં માનવાિધકારોના ભંગ અંગે ઈમરાન ખાને કહ્યું કે અમે દુનિયામાંથી લોકોને પીઓકેમાં આવવા આમંત્રીત કરીએ છીએ અને પછી તે ભારતના ભાગના કાશ્મીરમાં જાય. ત્યાર પછી લોકો નિર્ણય કરે.

અમારા કાશ્મીરમાં પારદર્શી રીતે ચૂંટણી થાય છે અને લોકો પોતાની સરકાર ચૂંટે છે. આખી દુનિયામાંથી નિરિક્ષકોને બોલાવવામાં આવે પરંતુ મને વિશ્વાસ છે કે તે પાકિસ્તાન તો આવી શકે છે, પરંતુ ભારતના કાશ્મીરમાં પ્રવેશવા નહીં મળે. 

ડયુશ વેલેના એડિટર ઈનેસ પોહેલે ઈમરાનને ચીનમાં ઉઈગુર મુસ્લિમો પર થતા અત્યાચાર અંગે તેમની ચૂપકિદી પર સવાલ પૂછતાં પાકિસ્તાની વડાપ્રધાનની બોલતી બંધ થઈ ગઈ હતી. તેમણે આ મુદ્દે પાકિસ્તાનના વલણનો બચાવ કરતાં કહ્યું કે ચીનમાં ઉઈગુર મુસ્લિમો સાથે જે થઈ રહ્યું છે, તેની કાશ્મીરના સ્તર સાથે સરખામણી થઈ શકે તેમ નથી.

ઉપરાંત ચીન અમારો સારો મિત્ર છે. સરકાર આિર્થક સંકટમાં હતી ત્યારે ચીને અમને મદદ કરી હતી. તેથી અમે ચીનમાં ઉઈગુર મુસ્લિમો મુદ્દે અંગત રીતે વાતચીત કરીએ છીએ, જાહેર સ્તર પર નહીં, કારણ કે આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FX86oF
via Latest Gujarati News

Post a Comment

0 Comments