
શ્રીનગર, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર
જમ્મુ કાશ્મીરમાં આખરે પાંચ મહિના બાદ પ્રીપેઇડ મોબાઇલ સર્વિસને ફરી શરૂ કરવામાં આવી છે. સાથે જ પોસ્ટપેઇડ મોબાઇલની 2-જી સેવાને પણ ફરી શરૂ કરવામાં આવી છે, જોકે 2-જી સેવાને હજુ પ્રીપેઇડ મોબાઇલ પર નથી શરૂ કરવામાં આવી.
સાથે જ જે ટુજી સેવા શરૂ કરવામાં આવી છે તે માત્ર કુપવાડા, બંદીપોરામાં જ હાલ લાગુ રહેશે, જ્યારે અન્ય વિસ્તારોમાં બાદમાં શરૂ કરવામાં આવશે તેમ પ્રશાસને જણાવ્યું હતું. બીજી તરફ રાજ્યમાં પ્રીપેઇડ મોબાઇલ સેવા શરૂ કરી દેવામાં આવી છે પણ ઇન્ટરનેટ સેવા માત્ર બે જ જીલ્લામાં અને એ પણ ટુજી પુરતી સીમિત શરૂ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્ટરનેટ પર પ્રતિબંધોને લઇને સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી અને કહ્યું હતું કે ઇન્ટરનેટ એ નાગરીકનો મૂળભૂત અધિકાર છે અને તેને કોઇ છીનવી ન શકે. પાંચમી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ રાજ્યમાં મોબાઇલ, ઇન્ટરનેટ વગેરેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
લાંબા સમયથી આ સેવાને ફરી શરૂ કરવાની માગણી ઉઠી રહી હતી અને તેને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. તેથી હાલ સરકારે બે જિલ્લામાં ટુજી સેવાને શરૂ કરી છે સાથે જ રાજ્યમાં પ્રિપેઇડ મોબાઇલ સેવાને પણ શરૂ કરી દીધી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aia3tL
via Latest Gujarati News
0 Comments