
કાનપુર, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જેવી જ ઘટના કાનપુરમાં સામે આવી છે. ઉન્નાવમાં રેપ પીડિતાને જ અપરાધીઓએ જીવતી સળગાવી હતી જ્યારે બીજી તરફ કાનપુરમાં છેડતીના કેસમાં પીડિતાની માતાની પથ્થરો મારીને હત્યા કરી નાખી હતી જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.
પોલીસે આ ઘટના બાદ નાસી છુટેલા અપરાધીઓનો પીછો કર્યો હતો અને બન્નેને પગમાં ગોળી મારીને પકડી લીધા હતા. આ કેસમાં કુલ પાંચ આરોપીઓ હતા જેમાં ત્રણની અગાઉ જ ધરપકડ થઇ ગઇ હતી જ્યારે બે અપરાધીઓની શનિવારે સવારે એન્કાઉન્ટરમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.
કાનપુરમાં સાયકલ રેપિરિંગનું કામ કરનારા એક શખ્સની પુત્રી પર 2018માં રેપનો પ્રયાસ કરાયો હતો. સગિરાની માએ ચકેરી વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ મેહબુબ, મિંટૂ, આબિદ અને જમીલ વિરૂદ્ધ 354-બી અંતર્ગત કેસ દાખલ કરાયો હતો. અપરાધીઓ થોડા દિવસ પહેલા જ જામીન પર છુટયા હતા.
છુટતા જ તેઓ ફરિયાદી સગિરાની માતાના ઘરે ગયા હતા અને તેના પર હુમલો કરી દીધો હતો, માથામાં ઇંટ પથ્થર માર્યા હતા અને ઘાયલ કરી દીધી હતી, તેનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. આ કેસમાં બન્ને અપરાધીઓ જડપાઇ ગયા છે અને હત્યાનો ગુનો દાખલ કરી લેવાયો છે. સાથે જ પીડિતા અને તેના પરિવારજનોની સુરક્ષા વધારવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NGzWcO
via Latest Gujarati News
0 Comments