
શ્રીનગર, તા. 16 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
પ્રજાસત્તાક દિને જમ્મુ-કાશ્મીરમાં એક મોટી આતંકી ઘટનાનું કાવતરૂં રચી રહેલા જૈશ--એ-મોહમ્મદના પાંચ આતંકીઓની ગુરૂવારે સાંજે ધરપકડ કરાઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસની જ એક મોટી કાર્યવાહીમાં આ આતંકીઓની શ્રીનગરના હજરતબાલ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી વ્યાપક પ્રમાણમાં વિસ્ફોટકો અને અન્ય દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા છે.
પકડાયેલા આતંકીઓમાં એજાજ અહેમદ શેખ, ઉમર હમીદ શેખ, ઈમ્તિયાઝ અહેમદ, સાહિલ ફારૂખ અને નસીર અહેમદ મીરનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ આતંકીઓના એક મોટા મોડયુલનો ભાંડો ફોડતા પોલીસે ગુરૂવારે સાંજે હઝરતબલ પાસે આ આતંકીઓને પકડયા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પકડાયેલા આતંકીઓ શ્રીનગરમાં 26મી જાન્યુઆરીની આજુબાજુ આત્મઘાતી આૃથવા આઈઈડી હુમલાનું કાવતરૂં રચી રહ્યા હતા. આ આતંકીઓ પાસેથી પોલીસે વ્યાપક પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન જપ્ત કર્યો છે.
જમ્મુ કાશ્મીર પોલીસમાં સેન્ટ્રલ કાશ્મીરના ડીઆઈજી વી. કે. બિરદીએ ધરપકડો અંગે જણાવ્યું હતું કે આતંકીઓ પાસેથી જે પ્રકારના વિસ્ફોટક મળ્યા છે, તેનાથી એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે તેઓ કોઈ મોટો હુમલો કરવાનું કાવતરૂં ઘડી રહ્યા હતા.
આ બધાની પૂછપરછ થઈ રહી છે. પોલીસ અિધકારીઓનું કહેવું છે કે બધા લોકો કાશ્મીર ખીણમાં જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરી રહ્યા હતા. પકડાયેલા આતંકીઓ કાશ્મીર ખીણમાં થયેલા બે ગ્રેનેડ હુમલાની ઘટનામાં સંડોવાયેલા હોવાની વાત સામે આવી છે.
સૂત્રોએ જણાવ્યુ ંહતું કે શ્રીનગરમાં સીઆરપીએફના જવાનો પર 8મી જાન્યુઆરીએ હઝરતબલ પાસે ક્રોસિંગ પર ગ્રેનેડથી આતંકી હુમલો થયો હતો. આ હુમલાની તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજ અને ઈલેક્ટ્રોનિક સહિતના પુરાવાઓ એકત્ર કરાયા હતા. તેના આધારે શંકાસ્પદ વ્યક્તિઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી બે આતંકીઓની સલામતી દળોએ ધરપકડ કરી હતી. આતંકીઓ સાથે કુલગામમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંહની પણ ધરપકડ કરાઈ હતી. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાંથી લશ્કર-એ-તોઈબાના એક આતંકીની ધરપકડ કરાઈ હતી તેમ પોલીસે ગુરૂવારે જણાવ્યું હતું.
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે તોઈબાનો આતંકી અવંતીપોરા, પડગામપોરા, સોનરીગુંદ, ગુલઝારપોરા, બેગપોરા, રેશિપોરા અને ડેન્જરપોરા જેવા વિસ્તારોમાં આતંકી જૂથને મદદ કરતો હતો. પકડાયેલા આંતકીનું નામ ઈશફાક અહેમદ દાર ઉર્ફે મશીદ છે, જે પુલવામાના ડેન્જરપોરા-પડગામપોરાનો નિવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ મશીદ અવંતીપોરામાં આતંકીઓને લોજિસ્ટિક સહાય પૂરી પાડતો હતો.
આતંકીઓએ વોઈસ ઓન ઈન્ટરનેટનો વપરાશ શરૂ કર્યો
કાશ્મીરમાં આતંકીઓ સાથીઓને એકઠાં કરવા ગુપ્ત નેટવર્કનો ઉપયોગ કરે છે
ઈન્ટરનેટ બંધ હોય ત્યારે પણ વિવિધ રીતે ગુપ્ત કોડની મદદથી આતંકવાદીઓ સંપર્કમાં રહેતા હોવાનો સરકારનો દાવો
(પીટીઆઈ) જમ્મુ, તા. 16 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી આતંકવાદી સંગઠનો વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો. ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ બંધ હતા. પરંતુ આતંકવાદી સંગઠનો વેર-વિખેર થયેલાં આતંકવાદીઓને એકઠાં કરવા ગુપ્ત નેટવર્કનો તરિકો અપનાવતા હોવાનો ખુલાસો સરકારે કર્યો હતો.
જમ્મુ-કાશ્મીર પ્રશાસનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો પોતાની વેર-વિખેર કેડરને એકઠી કરવામાં લાગી ગયા છે. કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવા માટે આ આતંકવાદી સંગઠનોએ ફરીથી ગુપ્ત નેટવર્કનો ઉપયોગ શરૂ કર્યો છે. વોઈસ ઓન ઈન્ટરનેટનો બહોળો ઉપયોગ શરૂ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીર પ્રશાસન વતી તેમણે કહ્યું હતું કે આતંકવાદી ગતિવિધિને અંજામ આપવા માટે વોઈસ ઓન ઈન્ટરનેટ પ્રોટોકોલ અને ગુપ્ત મોબાઈલ સંવાદનો સહારો લેવાનું આતંકવાદી સંગઠનોએ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સરકારની નજર હોવાથી અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ આતંકવાદી સંગઠનો આતંકવાદીઓને ફરીથી પ્રવૃત્તિ કરવા મથામણ કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FTrXoH
via Latest Gujarati News
0 Comments