આ દેશ મોદી-શાહની બાપની જાગીર નથી : અધિર રંજન અધિરા બન્યા


કોલકાતા, તા. 16 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

નાગરિકતા સુધારા કાયદા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિ યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં લોકસભામાં કોંગ્રેસ નેતા અિધર રંજન ચૌધરીએ વધુ એક બફાટ કરતાં વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

પશ્ચિમ બંગાળના બશીરહાટમાં કોંગ્રેસની એક જનસભાને સંબોધન કરતાં અિધર રંજન ચૌધરીએ જણાવ્યું કે, હા, હું પાકિસ્તાની છું. મોદી-શાહે જે કરવું હોય તે કરી લે. આ દેશ મોદી-શાહના બાપની જાગીર નથી.

કોંગ્રેસ નેતા અિધર રંજન ચૌધરીએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના ડીએસપી દેવિન્દર સિંહની ધરપકડ મુદ્દે આપેલા નિવેદનનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં તેમણે વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું.

તેમણે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપવાળા તેમનો પરિચય પાકિસ્તાની તરીકે કરાવે છે. આજે હું કહેવા માગું છું કે હા, હું પાકિસ્તાની છું. તમારે (મોદી-શાહે) જે કરવું હોય તે કરી લે.

પશ્ચિમ બંગાળના બશિરહાટમાં એક રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ નેતાએ કહ્યું, આજે આપણા દેશમાં કોઈ સાચી વાત કરી શકતું નથી, કારણ કે આજે તમે સાચું કહો તો તમને દેશદ્રોહી કહી દેવામાં આવે છે.

આજે આપણે ક્યાં રહીએ છીએ? આપણને એ જ કરવાનું કહેવાય છે, જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહે છે. અમને એ સ્વીકાર નથી. આ દેશ નરેન્દ્ર મોદી અને અમિત શાહના બાપની જાગીર નથી. હિન્દુસ્તાન કોઈના બાપની સંપત્તિ નથી. આ વાત એ બે વ્યક્તિએ સમજવી જોઈએ. તેઓ આજે છે, પરંતુ કાલે નહીં હોય.

ઉલ્લેખનીય છે કે અિધર રંજન ચૌધરી અગાઉ પણ અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંહનું આતંકી કનેક્શન સામે આવ્યા પછી અિધર રંજન ચૌધરીએ કહ્યું હતું કે દેવિન્દર સિંહ, દેવિન્દર ખાન હોત તો આરએસએસની ટ્રોલ આર્મીએ આ મુદ્દાને ઘણો ઉછાળ્યો હોત.

અિધર રંજનના આ નિવેદન પર ઘણો જ વિવાદ થયો હતો, ત્યાર પછી કોંગ્રેસે પોતાને આ નિવેદનથી અલગ કરી દીધું હતું. આ પહેલાં અિધર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ઘૂસણખોર ગણાવીને તેમજ લોકસભામાં જમ્મુ-કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય ગણાવી વિવાદનો મધપૂડો છંછેડયો હતો.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગાંડા છે : અધિર રંજન

કોલકાતા, તા. 16

લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી હું પાકિસ્તાની હોવાનું અને આ દેશ મોદી-શાહની બાપની જાગીર નહીં હોવાનું વિવાદાસ્પદ નિવેદન કરીને જ અટક્યા નહોતા. તેમણે આ જ જનસભામાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ઘનકડને ગાંડા કહ્યા હતા. જગીદપ ઘનકડે તાજેતરમાં અર્જુનનું તીર પરમાણુ શસ્ત્રસજ્જ હોવાનો દાવો કર્યો હતો. તેમના આ નિવેદનની મજાક ઉડાવતાં અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, કેટલાક ગાંડા પાગલખાનામાં નથી રહેતા, કેટલાક બહાર પણ રહે છે. આપણા ઘનકડ સાહેબ એવા જ ગાંડા છે, જે કેદખાનાથી બહાર છે. જે પશ્ચિમ બંગાળમાં 4-થી 5 લોકોને નોબેલ પુરસ્કાર મળ્યો છે, તે રાજ્યના રાજ્યપાલ આવી વાતો કરે છે તો આપણે ક્યાં જઈશું. અર્જુનના એ તીરમાસ્પરમાણુ શસ્ત્ર હોય તો આપણે રિસર્ચ કરવાની શું જરૂર. આવું એક તીર નરેન્દ્ર મોદીના હાથમાં આપી દો, જેનાથી તે પાકિસ્તાનને ઉડાવી દે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38eZ7uZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments