
સુરતની હીરા કંપનીએ મુંબઇમાં મારા પાન પર બેંક ખાતું ખોલાવી કરોડોના વ્યવહારો કર્યાનો રવિ ગુપ્તાનો દાવો
(પીટીઆઇ) ભોપાલ, તા. 16 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાની એક વ્યકિતને નાણાકીય વર્ષ 2011-12માં કિથત 132 કરોડ રૂપિયાના વ્યવહારો કરવા બદલ આવકવેરા વિભાગે 3.49 કરોડ રૂપિયાનો દંડ ભરવાની નોટિસ ફટકારવામાં આવી છે. નોટીસ મળતા જ હાલમાં પંજાબની એક બીપીઓ કંપનીમાં નોકરી કરતી આ વ્યકિત ચોંકી ઉઠી હતી.
લુિધયાણામાં બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ(બીપીઓ) કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગયા મહિને આ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇમાં ખોલાવવામાં આવેલા બેંક ખાતામાં તેમના પાન નંબર પર કરાયેલા 132 કરોડ રૂપિયાના વ્યવહારનો ખુલાસો કરવામાં આવે.
ગુપ્તાએ જણાવ્યું છે કે તે નાણાકીય વર્ષ 2011-12માં ઇન્દોરની બીપીઓ કંપનીમાં નોકરી કરતો હતો તે વખતે તેનો વાર્ષિક પગાર 60,000 રૂપિયા હતોે. તેણે દાવો કર્યો છે કે કેટલાક કૌભાંડીઓએ તેના પાન નંબરનો ઉપયોગ કરી બેંક ખાતું ખોલાવી લીધું હોય તેવું બની શકે છે. જો કે રવિને આ અંગે કોઇ માહિતી મળી ન હતી.
ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે ગ્લાલિયરની આઇટી ઓફિસે મને 17 ડિસેમ્બર, 2019ના રોજ નોટીસ ફટકારી હતી. જેમાં મને 17 જાન્યુઆરી સુધીમાં 3.49 કરોડ રૂપિયાનો દંડ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઓ નોટિસ મળતા જ મને આઘાત લાગ્યો હતો.
ગુપ્તાએ આ અંગે ગ્લાલિયરની આઇટી ઓફિસમાં રજૂઆત કરી હતી પણ તેઓ માનવા તૈયાર નથી કે આ વ્યવહાર તેની જાણ બહાર થયો છે. ત્યારબાદ ગુપ્તાએ પોતાની રીતે જ તપાસ શરૂ કરી હતી.
આ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરતની હીરાની કંપની કે જે મુંબઇમાં ઓપરેટ થતી હતી તેણે ગુપ્તાના પાન નંબરનો ઉપયોગ કરી બેંક ખાતું ખોલાવી લીધું હતું. આ ખાતામાં 132 કરોડ રૂપિયા સહિતના કેટલાક વ્યવહારો કર્યા પછી આ બોગસ ખાતું બંધ કરાવી દેવામાં આવ્યું હતું.
સુરતની આ કંપનીની મુંબઇ સિૃથત ઓફિસ ભૈાગડું હીરાના વેપારી મેહુલ ચોકસી અને નિરવ મોદીની ઓફિસની પાસે જ આવેલી હતી. ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે આવકવેરાના એક અિધકારીએ મને ધમકી આપી છે કે જો હું દંડની રકમ જમા નહીં કરૂં તો મેં લોન પર ખરીદેલ મકાન ટાંચમાં લઇ લેવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TGSJsD
via Latest Gujarati News
0 Comments