
હિમાચલ પ્રદેશના શિમલામાં હિમવર્ષા થઈ : કુફ્રી, મનાલી, કીલોંગ અને કલ્પામાં તાપમાન શૂન્યથી નીચે પહોંચ્યું
નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં હાડ થીજાવતી ઠંડીમાં ગુરૂવારે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. લદ્દાખના લેહ, કારગિલ અને દ્રાસમાં તાપમાન માઈનસ 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું હતું. ચારે બાજુ નદી-નાળા થીજી ગયા હતા. અનેક જગ્યાએ નળીમાંથી પાણીની જગ્યાએ બરફ પડતો હતો.
બીજીબાજુ ઉત્તર પ્રદેશમાં નવા વર્ષની શરૂઆતમાં ઠંડીના કારણે 31 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે, ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં લોકોને ઠંડીથી આંશિક રાહત મળી હતી. અહીં તાપમાનમાં એકંદરે 3થી ચાર ડિગ્રીનો વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. બીજીબાજુ મહારાષ્ટ્રના નાગપુરમાં વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
કાશ્મીર ખીણમાં નવેમ્બરમાં જ થયેલી હિમવર્ષના કારણે શ્રીનગર-કારગિલ હાઈવે સમય કરતાં વહેલાં બંધ કરી કરી દેવો પડયો છે. પરીણામે લદ્દાખમાં લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારગિલમાં તાપમાન માઈનસ 18 ડિગ્રી નોંધાયું હતું.
જ્યારે દુનિયાના બીજા ક્રમના સૌથી ઠંડા વિસ્તાર દ્રાસનું તાપમાન માઈનસ 30 ડિગ્રી સુધી પહોંચી ગયુ ંહતું. હાડ થીજાવતી ઠંડીના કારણે લોકોએ ઘરની અંદર જ પૂરાઈ રહેવું પડયું હતું. ઠંડી એટલી બધી હતી કે નદી-નાળા જામી ગયા હતા. પ્રવાસીઓ તથા સૃથાનિક બાળકોએ થીજી ગયેલા પાણી પર ચાલવાની મઝા માણી હતી. હવામાન વિભાગ મુજબ જમ્મુ-કાશ્મીરમાં ઠંડી વધવાની સંભાવના છે.
રાજસૃથાનમાં કેટલાક સૃથળો પર ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું. વનસૃથલી 3.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સૃથળ રહ્યું હતું ત્યાર બાદ ફતેહપુરમાં 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉપરાંત માઉન્ટ આબુ, બિકાનેર, શ્રીગંગાનગરમાં તાપમાન 4 ડિગ્રીની આજુબાજુ રહ્યું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 12.6 ડિગ્રીથી 22.6 ડિગ્રી સુધી રહ્યું હતું. દરમિયાન શિમલામાં હિમવર્ષા થઈ હોવા છતાં ગુરૂવારે ઉત્તર ભારતમાં લોકોને હાડ થીજાવતી ઠંડીના લાંબા કોલ્ડ વેવમાંથી રાહત મળી હતી.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સે. તાપમાન વધ્યું હતું. વર્ષ 1992 પછી કોલ્ડ વેવના સૌથી લાંબા સ્પેલબાદ ગુરૂવારે સતત બીજા દિવસે દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું.
દિલ્હીમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું કે આગામી બે દિવસમાં તાપમાનમાં 7 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જોકે, હિમાચલ પ્રદેશમાં કોલ્ડ વેવ જળવાઈ રહી હતી. રાજ્યમાં સંખ્યા બંધ પ્રવાસીઓ શૂન્યથી નીચા તાપમાનમાં ઠુંઠવાયા હતા. શિમલામાં ગુરૂવારે સાંજે હિમવર્ષા થઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસમાં રાજ્યના પર્વતીય વિસ્તારોમાં અનેક સૃથળો પર હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં કુફ્રી, મનાલી, કીલોંગ અને કલ્પામાં તાપમાન શૂન્યથી નીચે હતું. કીલોંગમાં તાપમાન માઈનસ 11 ડિગ્રી, કિન્નૌર જિલ્લાના કલ્પામાં માઈનસ 3.8 ડિગ્રી જ્યારે કુફ્રી અને શિમલામાં અનુક્રમે માઈનસ 2.6 ડિગ્રી અને 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજસ્થાનમાં ધૂમ્મસના કારણે 12 કાર અથડાઈ, 18ને ઈજા
અલવર, તા. 2
રાજસ્થાનના અલવરમાં ગાઢ ધૂમ્મસના કારણે નેશનલ હાઈવે-8 પર દુધેડા ખાતે ગુરૂવારે સવારે એક સાથે 12 કાર અથડાઈ હતી, જેમાં 18 લોકોને ઈજા પહોંચી હતી. કારના અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ugnD0h
via Latest Gujarati News
0 Comments