31 માર્ચ પછી બેંકોની સ્થિતિ વધુ ગંભીર થવાની શક્યતા

નવી દિલ્હી તા.23 જાન્યુઆરી 2020, ગુરૂવાર 

નોન-પર્ફોર્મિંગ એકાઉન્ટ્સ (એનપીએ) દિવસે દિવસે વધી રહ્યાં છે એ જોતાં 31 માર્ચ પછી બેંકોની સ્થિતિ ગંભીર થવાની શક્યતા હોવાનું આર્થિક નિષ્ણાતો માનતા હતા.

એક અંદાજ મુજબ અત્યાર પહેલાંજ 9,50,000 કરોડ રૂપિયા જેટલાં નાણાં એનપીએમાં ફસાયેલા હતા. આ પરિસ્થિતિ જોતાં એમ કહી શકાય કે બેંકો એનપીએ નામના ટાઇમ બોમ્બ પર બેઠેલી છે. ગમે ત્યારે આ ટાઇમ બોમ્બનો વિસ્ફોટ થઇ શકે છે.

આ પહેલાંના એક અહેવાલ મુજબ 3,50,000 કરોડની લોન પરત ચૂકવાઇ નહોતી. બીજી બાજુ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારીઓની લોન તથા ગયાવર્ષના સપ્ટેંબરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ડૂબી રહેલા અર્થતંત્રને ઊગારવાના પ્રયાસ રૂપે સરળ શરતોએ લોન આપવાના કરેલા આદેશના પગલે એનપીએમાં વધારો થયો હતો.

એની સ્પષ્ટ અસર અર્થતંત્ર પર કેવી અને કેટલી થઇ છે એ તો 31 માર્ચની આસપાસ જાણવા મળશે. પરંતુ અર્થનિષ્ણાતો એ મુદ્દે એકમત છે કે બેંકોની સ્થિતિ અત્યંત ગંભીર બની રહે એવા સંજોગો સર્જાવાના છે. બેંકો બેફામ વધી રહેલા એનપીએના ટાઇમ બોમ્બ પર બેઠેલી છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ATA2b
via Latest Gujarati News

Post a Comment

0 Comments