એક ટીપુંય પાણી પાકિસ્તાન તરફ નહીં જાય...

નવી દિલ્હી તા.23 જાન્યુઆરી 2020, ગુરૂવાર 

કેન્દ્રના જળશક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતે કહ્યું હતું કે એકવાર રાવી નદી પર બરાજ બંધાઇ જવા દો. પછી તમે જો જો,  એક ટીપુંય પાણી પાકિસ્તાન તરફ નહીં જાય. ભારતનું પાણી ભારતમાંજ રહેશે.

બુધવારે ગજેન્દ્ર સિંઘ શેખાવતે બરાજના કામકાજનું નિરીક્ષણ કર્યું હતું અને રણજિત સાગર ડેમ સાથે સંકળાયેલા અધિકારીઓ જોડે બેઠક પણ યોજી હતી. તેમણે મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે અત્યારે બરાજનું કામકાજ ચાલુ છે. 2022 સુધીમાં કામ પૂરૂં થઇ જવાની ધારણા છે.

તેમણે ખાતરી આપતાં કહ્યું કે આ કામમાં જરૂરી આર્થિક મદદની બાબતમાં કેન્દ્ર સરકાર તરફથી પાછું વાળીને જોવામાં નહીં આવે. આ બંધ દ્વારા વધારાનું જે પાણી બચશે એને 100થી વધુ તટવર્તી ગામોને પીવાના પાણી રૂપે  આપવામાં આવશે. 

આ પ્રોજેક્ટથી જમ્મુ કશ્મીરને પણ જબરો લાભ થશે એવું ઉમેરતાં તેમણે કહ્યું કે પ્રોજેક્ટનો 86 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tzmYHi
via Latest Gujarati News

Post a Comment

0 Comments