ગોંડા (ઉત્તર પ્રદેશ) તા.23 જાન્યુઆરી, ગુરૂવાર
નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના રજિસ્ટરના મુદ્દે અત્યારે ચારે તરફ તનાવ જોવા મળે છે ત્યારે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના વઝીરગંઝ વિસ્તારમાં એક મદરેસા એવું છે જ્યાં મુસ્લિમ બાળકો સંસ્કૃત શ્લોક બોલે છે અને હિન્દુ બાળકો ઊર્દૂ શીખવા આવે છે.
વઝીરગંજના આ મદરેસાએ એક નવી પરંપરા સ્થાપી છે એમ કહી શકાય. વિકાસ ખંડના રસૂલપુરમાં મદરેસા-એે-બગદાદમાં મુસ્લિમ બાળકો સંસ્કૃત શ્લોકો શીખે છે અને મોટી સંખ્યામાં હિન્દુ બાળકો ઊર્દૂ ભાષાનો અભ્યાસ કરે છે.
આ ઉપરાંત આ મદરેસામાં ફારસી, હિન્દી, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પણ ભણે છે. સામાન્ય રીતે મદરેસા શબ્દ કાને પડતાં ઊર્દૂ અરબીની તાલીમ અને ઇસ્લામ ધર્મનો અભ્યાસ એવી છાપ લોકમાનસમાં ઊભી થઇ જાય છે. પરંતુ અહીં મદરેસા અલગ છાપ પાડે છે અને હિન્દુ મુસ્લમ કોમી ભાઇચારાનો જીવંત પુરાવો બની રહે છે.
અહીં કુલ 230 બાળકો અભ્યાસ કરે છે જેમાં 30થી વધુ બાળકો હિન્દુ પરિવારોના છે. મદરેસાના પ્રિન્સિપાલ (ઊર્દૂ ભાષામાં નાઝિમ કહે છે ) કરી અબ્દુલ રશીદે કહ્યું કે અમારો ઉદ્દેશ દરેક કોમના બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાનો છે. કયા બાળકે શું ભણવું એ દરેક બાળક અને એનાં માતાપિતા નક્કી કરે છે. ઘણા હિન્દુ બાળકો સંસ્કૃતની સાથોસાથ ઊર્દૂ પણ ભણે છે તેમ ઘણા મુસ્લિમ બાળકો ઊર્દૂની સાથોસાથ સંસ્કૃત શીખે છે. અમે કોઇની સાથે ભેદભાવ રાખતા નથી.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RFW7RS
via Latest Gujarati News
0 Comments