
(પીટીઆઇ) લંડન, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
યુરોપીયન સંઘમાંથી નીકળવા માટેના કથિત ડાયવર્સ કરારને બ્રિટિશ સંસદે મંજૂર કરતા હવે 28 સભ્યોના આર્થિક બ્લોકમાંથી 31 જાન્યુઆરી,2020ના રોજ બ્રિટન સહેલાઇથી નીકળી શકશે.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને આજે આ વાતને સમર્થન આપ્યું હતું કે યુરોપીયન યુનિયન વિડ્રોઅલ અગ્રીમેન્ટ બિલને સંસદમાં પસાર કરી દેવાયો હતો જેને રાણી એલિઝાબેથે પણ મંજૂર કર્યું હતું.
'સંસદે વિડ્રોઅલ અગ્રીમેન્ટ બિલને પાસ કર્યો હતો, અર્થાત અમે 31 જાન્યુઆરી,2020ના રોજ યુરોપીયન સંઘમાંથી નીકળી જઇશું અને યુનાઇટેડ કિંગ્ડમ તરીકે આગળ વધીશું. એક સમયે અમને એવું લાગતું હતું કે અમે આ મુશ્કેલીને દૂર નહીં કરી શકીશું.પરંતુ અંતે અમે ફિનીશ લાઇન ક્લિયર કરી દીધી'એમ 'ગેટ બ્રેક્ઝિટ ડન'ના સુત્રના આધારે સંસદની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર જોન્સે કહ્યું હતું.
'હવે અમે અંટસને અને પાછલા ત્રણ વર્ષના વિભાજનને પાછળ મૂકી શકીશું તેમજ એક ઉજ્જવળ,ગતિશીલ ભવિષ્ય આપી શકીશું જેમાં સારી હોસ્પિટલો, શાળાઓ, સલામત રસ્તાઓ અને દેશના દરેક ખુણે વિપુલ તકો હશે'.
ડાઉનીંંગ સ્ટ્રીટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમે આશા રાખીએ કે શુક્રવારે યુરોપીયન પરિષદના પ્રમુખ ચાર્લ્સ મિચેલ અને યુરોપીયન પંચના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લીયેન બ્રસેલ્સમાં કરાર પર સહી કરશે, ત્યાર પછી તેની પર જોન્સની સહી માટે તેને યુકે પરત મોકલવામાં આવશે.
યુરોપીયન સંઘ આગામી બુધવારે સંમતી માટે મતદાન કરશે. એકવાર તમામ કાયદાકીય પ્રક્રિયા પુરી થઇ ગયા પછી, બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ યુકેના 'ઇન્સટ્રૂમેન્ટ ઓફ રેટિફિકેશ' પર સહી કરશે જેને બ્રિટનની વિદાયના દિવસ પહેલાં બ્રેસેલ્સમાં રાખવામાં આવશે.બ્રસેલ્સમાં હવે પછીના શુક્રવારે રાત્રે 11-00 વાગે બ્રિટનની વિધિવત વિદાય માટે યુરોપીન સંઘ પણ આવું જ કરશે.
પહેલી ફબુ્રઆરીથી 11 મહિનાના ટ્રાન્ઝીશન પીરીયડમાં યુકે પ્રવેશ કરશે જેમાં તંને યુરોપીયન સંઘના નિયમોને પાળવા પડશે, પરંતુ આર્થિક બ્લોકમાં ક્યાં પણ તેનું પ્રતિનીધીત્વ નહીં હોય.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RLm7eA
via Latest Gujarati News
0 Comments