સાત સંતાનોની મા, પાંચની દાદી એવી 60 વર્ષની મહિલા 22 વર્ષના યુવાન સાથે પલાયન!


આગરા, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

સુરતમાં વેવાઈ-વેવાણ કિથત રીતે ભાગી ગયા હોવાનો બનાવ તાજો છે, ત્યારે યુપીમાં પણ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 60 વર્ષની મહિલા 22 વર્ષના યુવાન સાથે પલાયન થઈ ગયાની પોલીસ ફરિયાદ થઈ છે.

ઉત્તર પ્રદેશના આગરાના પ્રકાશનગરમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. સાત સંતાનોની મા, પાંચ બાળકોની દાદીમા અને બે બાળકોની નાની- એવી એક 60 વર્ષની મહિલા 22 વર્ષના યુવાન સાથે પલાયન થઈ ગઈ હતી.

બંનેના પરિવારજનો એક જ સમયે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા આવ્યા ત્યારે ભારે ગરમાવો આવ્યો હતો. મહિલાના પતિ અને દીકરાએ યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તો એ જ સમયે યુવાનના પરિવારજનોએ પણ મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની રજૂઆત કરી હતી. પોલીસે મહિલા અને યુવકને સમજાવીને ઘરે જવાનું કહ્યું હતું. બંનેના ઉંમરમાં આવડો તફાવત હોવાની દલીલ પણ પરિવારજનોએ અને પોલીસે કરી હતી.

બંનેના સાથે રહેવાથી પરિવારના કેટલા સભ્યોને અસર થશે એવું સમજાવ્યા પછી પણ બંને લગ્ન કરવા મક્કમ રહ્યા હતા. મામલો થાળે ન પડતા આખરે પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી હતી. મહિલાના પરિવારજનોએ ફરિયાદ દાખલ કરી હતી કે યુવાન વારંવાર મહિલાને લઈને નાસી જાય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Oc78k
via Latest Gujarati News

Post a Comment

0 Comments