ફાંસી પહેલાં અંતિમ ઈચ્છાના સવાલનો નિર્ભયા કેસના દોષિતોએ કોઈ જ જવાબ ન આપ્યો


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

નિર્ભયા કેસના ગુનેગારોને 1લી ફેબુ્રઆરીએ ફાંસી આપવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. એ પ્રક્રિયાના ભાગરૂપે તિહાર જેલના અિધકારીઓએ ગુનેગારોને અંતિમ ઈચ્છા જણાવવા પૂછ્યું હતું, જેનો ચારેય ગુનેગારોએ કોઈ જ જવાબ આપ્યો ન હતો. સજા પાછી ઠેલવા ગુનેગારો આવી તરકીબ અપનાવતા હોવાનું મનાય છે.

નિર્ભયા કેસના ગુનેગારોને ફાંસી આપવાનો દિવસ નજીક આવી રહ્યો છે એટલે તિહાર જેલના અિધકારીઓએ ચારેયને તેની અંતિમ ઈચ્છા પૂછી હતી. ચારેયને ત્રણ નંબરની જેલમાં અલગથીરાખવામાં આવ્યા છે, જ્યાં ફાંસીની સજા થશે. એ પહેલાં તેની છેલ્લી ઈચ્છા અંગે પૂછવામાં આવ્યું હતું. ગુનેગારોએ એનો કોઈ જ જવાબ અિધકારીઓને આપ્યો ન હતો.

છેલ્લી વખત પરિવારના સભ્યોને મળવાની તારીખ જણાવવા પણ ગુનેગારોને પૂછાયું હતું, પરંતુ એ અંગે પણ ચારેયે કોઈ જ જવાબ આપ્યો ન હતો. બેંક ખાતાની જાણકારી કે તે સિવાયનું વિલ બનાવવા જેલ પ્રશાસને જણાવ્યું હતું, પરંતુ તમામ બાબતો અંગે ગુનેગારો મૌન રહ્યા હતા.

જેલના અિધકારીઓના કહેવા પ્રમાણે આ તરકીબ અપનાવીને ગુનેગારો સજા ટાળવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારે ચારેય ગુનેગારોના પરિવારજનોને સપ્તાહમાં બે વખત મળવાની છૂટ આપવામાં આવે છે. જોકે, છેલ્લી વખત ક્યારે મળવા દેવાશે તે અંગે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થઈ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30LNDwA
via Latest Gujarati News

Post a Comment

0 Comments