આસામમાં 644 ઉગ્રવાદીઓનું 177 હથિયારો સાથે આત્મસમર્પણ


(પીટીઆઈ) ગુવાહાટી, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

આસામના આઠ પ્રતિબંિધત આતંકવાદી સંગઠનોના કુલ 644 નેતાઓ, સદસ્યોએ ગુરૂવારે 177 હિથયારો સાથે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં આત્મસમર્પણ નોંધાવ્યું હતું. 

આસામ પોલીસ દ્વારા આપવામાં આવેલા અહેવાલ પ્રમાણે પ્રતિબંિધત સંગઠનો યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ આસામ (ઉલ્ફા), નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોરોલેન્ડ (એનડીએફબી), રાભા નેશનલ લિબરેશન ફ્રન્ટ (આરએનએલએફ), કામતાપુર લિબરેશન ઓર્ગેનાઇઝેશન (કેએલઓ), સીપીઆઈ (માઓવાદી), નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ બંગાળી (એનએલએફબી), એનએસએલએ અને એડીએફ એમ કુલ આઠ જૂથના 644 સદસ્યોે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં પ્રવેશ્યા હતા.  એક સાથે 644 આતંકવાદીઓના આત્મસમર્પણની ઘટના આસામ અને આસામ પોલીસ માટે ઐતિહાસિક અને મહત્વની બની રહી હતી.

આત્મસમર્પણ દરમિયાન આતંકવાદીઓએ તેમના પાસે રહેલા એકે-47, એકે-56 જેવા હિથયારો પોલીસને સોંપી દીધા હતા. અગાઉ આઠ ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન 240થી પણ વધારે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું પરંતુ તાજેતરની ઘટના સૌથી મોટી આત્મસમર્પણની ઘટનાઓ પૈકીની એક છે. 

ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓ છેલ્લા એક દશકાથી દક્ષિણી આસામ, મિઝોરમ અને ઉત્તરી ત્રિપુરામાં અપહરણ સહિતની હિંસક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા હતા. ડિસેમ્બરમાં આત્મસમર્પણ નોંધાવનારા સૃથાનિક આદિવાસી ઉગ્રવાદીઓએ 150 જેટલી વિવિધ પ્રકારની બંદૂકો ઉપરાંત ભારે પ્રમાણમાં દારૂગોળો જમા કરાવ્યો હતો.

પોલીસ અને જિલ્લા અિધકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી આતંકવાદીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા અને તેના ફળસ્વરૂપે વિદ્રોહીઓ હિથયાર જમા કરાવી મુખ્ય પ્રવાહમાં પાછા ફર્યા છે. અલગ બોડો રાજ્યની માંગને લઈ આસામમાં છેલ્લા પાંચ દશકાથી ભારે સંઘર્ષ વ્યાપેલો હતો અને ભારે પ્રમાણમાં હિંસાનો સહારો લેવાયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vjgH2P
via Latest Gujarati News

Post a Comment

0 Comments