લો કરલો બાત,82 વિદ્યાર્થીઓની નાગરિકતાનો અતોપતો નથી

નવી દિલ્હી તા.22 જાન્યુઆરી 2020, બુધવાર

વિવિધ કારણોથી છેલ્લા કેટલાક સમયથી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) વિવાદોના કેન્દ્રમાં રહી હતી. તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો જેએનયુ વિશે થયો હતો. આ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ઓછામાં ઓછા82 સ્ટુડન્ટ્સ એવા છે જેમની રાષ્ટ્રીયતા વિશે કોઇ રેકોર્ડ નથી. આ લોકો કયા દેશના છે, ક્યાંથી આવ્યા છે અને કઇ કોમ કે ધર્મના છે એેની વિગતો ઉપલબ્ધ નથી.

રાજસ્થાનના કોટા વિસ્તારના એક સામાજિક કાર્યકર્તા સુજિત કુમારે કરેલી આરટીઆઇની અરજીમાં આ વાત જાણવા મળી હતી.

સુજિત કુમારે આરટીઆઇના કાયદા હેઠળ એવી અરજી કરી હતી કે હાલ યુનિવર્સિટીમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓ છે, કયા કોર્સ માટે રજિસ્ટર્ડ થયા છે અને કયા દેશના કેટલા વિદ્યાર્થી હાલ જેએનયુમાં છે એની માહિતી આપો.

જેએનયુ દ્વારા અપાયેલી માહિતીમાં જણાવાયા મુજબ હાલ અહીં 301 સ્ટુડન્ટ્સ છે જે 78 અલગ અલગ અભ્યાસક્રમો માટે નોંધાયેલા  છે. એમાં 219 વિદ્યાર્થીઓ 47 અલગ અલગ દેશમાંથી ભણવા આવ્યા છે. આવા દેશોમાં કોરિયા, અફઘાનિસ્તાન, બાંગ્લા દેશ, સીરિયા, ચીન, જર્મની અને નેપાળનો સમાવેશ થાય છે.  પરંતુ આ બધામાં 82 વિદ્યાર્થી એવા છે જેમની નેશનાલિટી (રાષ્ટ્રીયતા) વિશે યુનિવર્સિટી પાસે કોઇ માહિતી નથી. પ્રવેશ પત્રોમાં એ ખાનામાં લખેલું છે કે ‘રેકોર્ડ નોટ અવેલેબલ.’

આ 82 વિદ્યાર્થી જુદા જુદા 41 કોર્સનો અભ્યાસ કરી રહ્યા છે. સૌથી વધુ વિદ્યાર્થી સોશ્યોલોજી (સમાજ શાસ્ત્ર) વિભાગમાં ભણી રહ્યા છે. લો કરલો બાત, ખુદ યુનિવર્સિટીને ખબર નથી કે આ સ્ટુડન્ટ્સ ક્યાંથી આવ્યા છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sPZFbM
via Latest Gujarati News

Post a Comment

0 Comments