પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનકડ અને મમતા બેનર્જી 'જોકર' : અધીર રંજન


કોલકાતા, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર

કોંગ્રેસના સાંસદ આૃધીર રંજન ચૌધરીએ ફરીએક વાર વિવાદીત નિવેદન કરી બંગાળમાં રાજકીય વાતાવરણને ગરમ કર્યો હતો. આમ પણ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડ અને મુખ્ય મંત્રી મમતા બેનર્જી વચ્ચે અણબનાવ અને અંટસ તો ચાલે જ છે, હવે આૃધીર રંજન ચોધરીના નિવેદને બળતામાં ઘી હોમ્યું હતું.

મિદનાપોરમાં એક જાહેરસભાને સંબોધતા ચૌધરીએ કહ્યું હતું કે બંગાળમાં સર્કસ ચાલે છે. અહીંયા બે ભવનો છે, એક રાજ ભવન અને બીજો નબાના ભવન જ્યાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી રહે છે.

આ બંને જગ્યાએ જોકરો રહે છે. આની પહેલા નાગરિક સંશોધન કાયદા  અંગે મોદી સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું ક ભાજપવાળા તેમનો પરિચય પાકિસ્તાની તરીકે કરાવે છે. આજે હું જાહેરમાં કહું છું કે હા, હું પાકિસ્તાની છું.

પ.બંગાળના ઉત્તરીય 24 પરગણામાં કોંગ્રેસી નેતા ચૌધરીએ કહ્યું હતું ' મને પોકિસ્તાની કહીને બોલાવવામાં આવે છે. આજે હું એ કહેવાની હિંમત કરૂં છું કે હા, હું પાકિસ્તાની છું. તમારે જે કરવું હોય તે કરો. આજે આપણા દેશમાં કોઇની તાકાત નથી કે સાચી વાત કહે, કારણ કે જો કહેશો તો તમને દેશ દ્રાહી ગણવામાં આવશે.

વિવાદીત નિવેદનો માટે જાણીતા ચૌધરીએ પોલીસ અિધકારી દેવેન્દ્ર સિંહના આતંકી સંપર્કો પછી કહ્યું હતું કે જો તેનું નામ દેવેન્દ્ર ખાન હોત તો આરએસએસ વાળાની સેના ટ્રોલ કરીને દેશ આખામાં હોહા કરી મુકતી હોત.

આ નિવેદન પછી કોંગ્રેસે ચૌધરીનો અંગત નિવેદન કરી પીછો છોડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે મોદી અને શાહને ઘુસણખોર કહ્યા હતા ત્યારે પણ વિવાદ ઊભો થયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TN54LV
via Latest Gujarati News

Post a Comment

0 Comments