નિર્ભયાના અપરાધીઓને પહેલી ફેબુ્રઆરીએ ફાંસી આપવી મુશ્કેલ


જેલ અધિકારીઓ ક્યૂરેટિવ માટે જરૂરી દસ્તાવેજો  આપવામાં વિલંબ કરે છે : દોષિતોના વકીલનો આરોપ

નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી, 2020, શુક્રવાર

નિર્ભયાના બળાત્કારી હત્યારાઓને પહેલી ફેબુ્રઆરીએ ફાંસીએ લટકાવવા માટે નીચલી કોર્ટે ડેથ વોરંટ જારી કરી દીધુ છે. જોકે હવે ફરી આ તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે છે કેમ કે બે અપરાધીઓએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પીટીશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.

આ બે અપરાધીના વકીલે કોર્ટમાં એક અરજી કરીને એવો દાવો કર્યો હતો કે તિહાર જેલના અિધકારીઓ ક્યૂરેટિવ પિટિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ પુરા પાડવામાં વિલંબ કરી રહ્યા છે. 

અપરાધીઓના વકીલ એ.પી.સિંહે શુક્રવારે દિલ્હીની નીચલી કોર્ટમાં એક અપીલ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે જેલ ઓથોરિટી અક્ષય કુમાર અને પવનની ક્યૂરેટિવ પિટિશન માટે જે જરૂરી દસ્તાવેજો જોઇએ તે પુરા પાડવામાં વિલંબ કરી રહી છે, આ ડોક્યૂમેન્ટ અમને વહેલી તકે મળી રહે તે માટે જેલ પ્રશાસનને આદેશ આપવામાં આવે.

આ અપીલની સુનાવણી કોર્ટ દ્વારા શનિવારે કરવામાં આવી શકે છે.  આ પહેલા સુપ્રીમ કોર્ટે બે અપરાધીઓ વિનય કુમાર અને મુકેશની ક્યૂરેટિવ પિટિશન ફગાવી દીધી હતી. ક્યૂરેટિવ પિટિશન રિવ્યૂ પિટિશન નકારાય તે બાદ અંતીમ ન્યાયીક ઉપાય છે. આ ઉપરાંત દયા અરજી પણ કરવામાં આવી શકે છે.

નીચલી કોર્ટ જેલ અિધકારીઓને ક્યૂરેટિવ પિટિશન માટે જરૂરી ડોક્યૂમેન્ટ્સ રજુ કરવા કહી શકે છે. જો આ ડોક્યૂમેન્ટ્સ જેલ અિધકારીઓ અપરાધીઓના વકીલને આપી દે તો બાદમાં સુપ્રીમ કોર્ટમાં આ મામલે બે અપરાધીઓ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરશે.  આમ થવાથી પહેલી ફેબુ્રઆરીએ અપરાધીઓને ફાંસી લટકાવવામાં વિલંબ થઇ શકે છે.

અગાઉ 22મી જાન્યૂઆરીએ ચારેય અપરાધીને ફાંસીએ લટકાવવાનું નક્કી થયું હતું પણ તે સમયે દયા અરજી અને ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી દેવાતા બાદમાં પહેલી ફેબુ્રઆરીએ લટકાવવાનો આદેશ થયો હતો. પણ હવે અન્ય બે અપરાધીઓ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે તેથી તારીફમાં ફરી ફેરફાર થઇ શકે છે.

બીજી તરફ નિર્ભયાની માતા માગણી કરી રહ્યા છે કે વહેલી તકે આ અપરાધીઓને ફાંસીએ ચડાવવામાં આવે કે જેથી દેશની મહિલાઓમાં આત્મવિશ્વાસ પેદા થાય અને બળાત્કાર જેવી ઘટનાઓમાં ઘટાડો થાય. બીજી તરફ નિર્ભયાના અપરાધીઓ પાસે હજુ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાનો પણ વિકલ્પ છે. તેથી જો ક્યૂરેટિવ પિટિશન માટે જરૂરી દસ્તાવેજોની માગણી ફગાવાય તો પણ દયા અરજી થઇ શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RQPuMz
via Latest Gujarati News

Post a Comment

0 Comments