નવી દિલ્હી તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર
નાગરિકતા અંગેના નવા કાયદાની બાબતમાં આસામની સમસ્યા જુદી છે એવો સ્પષ્ટ અભિપ્રાય સર્વોચ્ચ અદાલતે ગુરૂવારે વ્યક્ત કર્યો હતો.
આમ થવાનું કારણ સમજાવતાં કોર્ટે કહ્યું કે નાગરિકતા અંગેની કટ ઑફ ડેટ અગાઉ 1971ના માર્ચની 24મી હતી એ બદલાવીને સરકારે 2014ના ડિસેંબરની 31મી કરી એટલે આસામવાસીઓ નારાજ થયા હતા કે એમને ત્યાં ઘુસી ગયેલા લોકોને હવે કાઢી નહીં શકાય અને સ્થાનિક પ્રજાની સમસ્યાઓનેા અંત નહીં આવે.
અત્રે એ નોંધનીય છે કે નાગરિકતા અંગેના નવા કાયદા સીએએની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 144 અરજી થઇ છે. ગુરૂવારે 23 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે એની સુનાવણી આરંભી હતી. સુપ્રીમ કોર્ટે આસામ અને ત્રિપુરાની આ મુદ્દે સુનાવણી અલગ કરવા સંમત થઇ હતી.
ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બનેલી બેન્ચ આ બધી અરજીઓની સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું કે આસામની સમસ્યા બાકીના દેશથી અલગ છે કારણ કે નાગરકિતા માટેની કટ ઑફ ડેટ 1971ના માર્ચની 24મીને બદલે 2014ના ડિસેંબરની 31 કરાતાં ત્યાં આ કાયદાના અમલ અંગે ગેરસમજ થવા પામી હતી. આસામ અને ત્રિપુરાની આ અંગેની અરજીની સુનાવણી અલગ થઇ શકે છે. એજ રીતે કોઇ નીતિનિયમ વિરુદ્ધ આ કાયદાનો અમલ કરવાની ઉત્તર પ્રદેશ સરકારની જાહેરાત જોતાં એની પણ અલગ સુનાવણી કરી શકાય તેમ છે.
નવા કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીની સુનાવણીના પહેલાજ દિવસે કોર્ટે સ્પષ્ટતા કરી દીધી હતી કે કેન્દ્ર સરકારનો અભિપ્રાય સાંભળ્યા વિના આ કાયદાના અમલ પર એકપક્ષી રોક મૂકી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આટલી બધી અરજીના અભ્યાસ વિના આ મુદ્દે કંઇ કહેવાનું મુશ્કેલ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36hIMUY
via Latest Gujarati News
0 Comments