દેશને બીજા ભાગલા તરફ લઇ જઇ રહ્યા છો તમે...

કોલકાતા તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર

માનનીય નરેન્દ્ર મોદી સાહેબ તમે દેશને બીજા ભાગલા તરફ લઇ જઇ રહ્યા છો એવો સંદેશો પશ્ચિમ બંગાળના ભાજપી નેતા અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝે મોકલ્યો હતો.

‘મારે વધુ લાંબી વાત કરવી નથી પરંતુ આજે દેશમા્ં વિવિધ જાતિ-ભાષા-કોમના લોકો વચ્ચે એકતા કે ભાઇચારો રહ્યાં નથી’ એમ ચંદ્રકુમાર બોઝે કહ્યું હતું.

નાગરિકતા અંગેના નવા કાયદા સામે થઇ રહેલા દેખાવોના સંદર્ભમાં બોઝ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મારા દાદા જેવા કોઇ વીરલાજ આ પરિસ્થિતિ અટકાવી શકે એમ છે. ‘હું વડા પ્રધાનને સ્પષ્ટ સંદેશો આપવા માગું છું કે તમે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને નહીં અનુસરો તો બહુ ઝડપથી દેશ બીજા ભાગલા તરફ આગળ વધી રહ્યો છે. દેશની અખંડિતતા તૂટી જશે અને બધું વેરવિખેર થઇ જશે’ એમ બોઝે વધુમાં કહ્યું હતું.

અત્યાર અગાઉ  ચંદ્ર કુમાર બોઝે નવા કાયદામાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લા દેશથી આવેલા મુસ્લિમોને પણ સામેલ કરવાની અપીલ કરી હતી જેને ગૃહ પ્રધાન અમિત શાહે ઠુકરાવી દીધી હતી.

આ સંદેશો એવા સમયે આવ્યો છે જ્યારે દિલ્હીના શાહીન બાગમાં થઇ રહેલા દેખાવોને ભાજપે શેમ બાગ કહીને એની ટીકા કરી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36pA8Um
via Latest Gujarati News

Post a Comment

0 Comments