જામિયા હિંસાના મુદ્દે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યને નોટિસ

નવી દિલ્હી તા.24 જાન્યુઆરી 2020, શુક્રવાર

સીએએ મુદ્દે જામિયા મિલ્લિયામાં થયેલી હિંસા બાબત ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય આસિફ મુહમ્મદને દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ઇન્ડિયન પીનલ કૉડ (ભારતીય ફોજદારી ધારા)ની 16મી કલમ હેઠળ આસિફ મુહમ્મદને નોટિસ મોકલવામાં આવી હતી. આસિફ ઉપરાંત અન્ય એક લઘુમતી નેતા આશુ ખાનને પણ પોલીસે તેડાવ્યા હતા.

આ બંનેને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસા બાબત પૂછપરછ કરવામાં આવશે. ગયા વર્ષના ડિસેંબરની 15મીએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની, ઝાકિર નગર અને જામિયામાં તોડફોડ અને મોટે પાયે આગજની થઇ હતી. નાગરિકતા અંગેના નવા કાયદાની વિરુદ્ધ આ દેખાવો થયા હતા જે હિંસક નીવડ્યા હતા.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uoPOKv
via Latest Gujarati News

Post a Comment

0 Comments