71 ટકા લોકો અર્થતંત્રની સ્થિતિને બેકાર કહે છે

નવી દિલ્હી તા.24 જાન્યુઆરી 2020, શુક્રવાર

હજુ ગઇ કાલ સુધી ભારત સૌથી વધુ ઝડપી તેજીનું અર્થતંત્ર ધરાવતો દેશ ગણાતો હતો. પરંતુ છેલ્લા થોડા મહિનામાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઇ કે આજે ભારતનુ્ં અર્થતંત્ર સુસ્ત અને મંદી તરફનું ગણાતું થઇ ગયું.

2019ના છેલ્લા ત્રિમાસિક દરમિયાન જીડીપી ઘટીને માત્ર સાડા ચાર ટકા થઇ ગયો જે છેલ્લાં છ  વર્ષમાં સૌથી નીચલા તબક્કાનો ગણી શકાય.

દેશના બધા નાગરિકો ઇચ્છે છે કે અર્થતંત્ર ઝડપભેર સુધરે અને ફરી તેજીનું વાતાવરણ સર્જાય.  કેન્દ્ર સરકાર પોતે પણ આ મુદ્દે ચિંતિત છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકે સુદ્ધાં ભારતનો જીડીપી ઘટી રહ્યો હોવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

દેશના લોકોનો અભિપ્રાય જાણવા આજ તક કાર્વીએ એક સર્વે હાથ ધર્યો હતો. એમાં 71 ટકા લોકોએ અર્થતંત્રની સ્થિતિ ચિંતાજનક અને સુસ્ત ગણાવી હતી. માત્ર 29 ટકા લોકોએે કહ્યું હતું કે ચિંતાનું કોઇ કારણ નથી, પરિસ્થિતિ ઝડપથી સુધરી જશે. 32 ટકા લોકોએ કહ્યું કે પહેલાં કરતાં અત્યારે સ્થિતિ નાજુક છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TPtm7I
via Latest Gujarati News

Post a Comment

0 Comments