
દાઓસ ૨૩ જાન્યુઆરી ૨૦૨૦, ગુરુવાર
દાઓસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૦ની બેઠકમાં વિવિધ દેશના વડાઓએ ભાગ લઇને મંચ પરથી પોતાના વિચારો રજુ કર્યા હતા. બુધવારે આંતરરાષ્ટ્રીય મીડિયા પરિષદ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન વાત કરી રહયા હતા ત્યારે આતંકી નેટવર્ક હક્કાની અંગે એક સવાલ પુછાયો જેનો જવાબ આપતા આવું કોઇ આતંકી ગુ્રપ પોતાના દેશમાં હોવાનો પાક વડાપ્રધાને ઇન્કાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયા સામે ઇમરાનખાને જુઠ બોલવા પ્રયાસ કર્યો તેની પોલ પાડોશી દેશ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીએ ખોલી નાખી હતી.
પાકિસ્તાનમાંથી હક્કાની જેવા આતંકી ગુ્પ તાલિમ લઇને અફઘાનિસ્તાનમાં ઘુસતા હોવાનું કોઇથી અજાણ્યું નથી. અશરફ ગનીએ કહયું કે કોઇ એમ કહે કે પૃથ્વી સૂર્યનું ભ્રમણ કરતી નથી તો જેટલો આ દાવો ખોટો છે એટલું ઇમરાનનું નિવેદન ખોટું છે. એમનું ચાલે તો આ બોલતા પણ વિચાર કરે તેમ નથી. અત્યાર સુધી પાકિસ્તાન સાથે જેટલી પણ વાર આતંકવાદ બંધ કરવા મુદ્વે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તેમાં સફળતા મળી નથી કારણ કે પાક નકકર પગલા ભરવાના સ્થાને માત્ર સારા શબ્દો બોલીને જ અટકી જાય છે.
પાકિસ્તાન એમ કહે છે કે હક્કાની નેટવર્ક તેને ત્યા નથી તો પછી વડાપ્રધાન ઇમરાનખાન અપહરણકર્તાઓને છોડાવવાનો શ્રેય કેમ લે છે ? ગનીએ એવો પણ દાવો કર્યો ક અફઘાનિસ્તાનના મોટા ભાગના લોકો માને છે કે દેશ સાચી દિશામાં જઇ રહયો છે. અફઘાનિસ્તાનમાં શાંતિ સમજુતીના પોતે પણ હિમાયતી છે પરંતુ તેના માટે લોકોને રાજી કરવા પડે છે. અફઘાનિસ્તાનમાં ફરજ બજાવતા અમેરિકાના સૈનિકોનો ઇરાન સામે તૈનાત કરવા અંગે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે પરસ્પર સમજુતી છે કે તેનો ઉપયોગ કોઇ ત્રીજા દેશ સામે થઇ શકે નહી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38AUATP
via Latest Gujarati News
0 Comments