બ્રિટનના પ્રિન્સ હેરી પત્ની અને પુત્ર સાથે નવજીવન શરૂ કરવા કેનેડા પહોચ્યાં


(પીટીઆઇ) લંડન, તા. 21 જાન્યુઆરી, 2020, મંગળવાર

બ્રિટનના શાહી પરિવારથી અલગ થઇ સાદુ જીવન જીવવા પત્ની મેઘન માર્કેલ અને આઠ મહિનાના પુત્ર આર્ચી સાથે રહેવા બ્રિટનના   પ્રિન્સ હેરી આજે કેનેડા પહોંચી ગયા હતા. 

35 વર્ષના ડયુક ઓફ સસેક્સ વિમાનમાંથી વાનકુવર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમના ફોટા લેવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ સીધા પરિવારને મળવા ઉપડી ગયા હતા જે પહેલાંથીજ કેનેડામાં છે. સસેક્સની ડચેસ મેઘન માર્કલ પુત્રી આર્ચી સાથે પહેલાથીજ કેનેડાના એક ટાપુમાં રહે છે.

ગયા વર્ષે મે મહિનામાં જન્મેલો આર્ચી પરિવાર સાથે નાતાલ મનાવવા ટાપુમાં આવ્યો હતો ત્યાર બાદથી બ્રિટન ગયો જ નથી.ગયા સપ્તાહના અંતે હેરી અને તેમના 38 વર્ષના પત્ની મેઘને કેવા સંજોગોમાં પરિવારથી  અલગ થવાનો નિર્ણય લીધો હતો અને તે કેવી દુખ:દ ઘટના હતી ેતની વાત કરી હતી.

'મારી પત્ની અને શાહી પરિવાર છોડવા માટે કરેલા નિર્ણય મેં હળવાશમાં લીધો નહતો'એમ 2006માં જેની સ્થાપના કરી હતી તે ચેરિટિ સંસ્થા સેન્ટેબાલે માટે આયોજીત એક કાર્યક્રમમાં બોલતાં હેરી એ કહ્યું હતું.દક્ષિણ આફ્રિકામાં બોટ્સવાના અને લીસોથોમાં એચઆઇવી ગ્રસ્તોને મદદ કરવા માટે અન્યો સાથે મળીને પ્રિન્સ હેરીએ આ સંસ્થાની સ્થાપના કરી હતી.

'યુકે મારૂં વતન-ઘર છે જેને હું ચાહું છું, એ વાતને હું ક્યારે પણ બદલીશ નહીં'એમ તેમણે કહ્યું હતું. પરંતુ એવું મનાય છે કે શાહી દંપતિ તેમનો મોટાભાગનો સમય કેનેડામાં ગાળશે જ્યાં મોરકલ તેની ટીવી શ્રેણી 'સ્યુટ્સ'ના શુટીંગ સમયથી જાણે છે.

રાણી એલીઝાબેથ બીજા દ્વારા  કરાયેલા નવા કરારના એક ભાગરૂપે હેરી અને તેમના પત્ની મેઘન  તેમની નવી સ્વતંત્ર નાણાકીય કારકિર્દી શરૂ કરતાં તેમનો વારસો અને હિઝ અને હર રોયલ હાઇનેસ ટાઇટલ જતા કરશે અને સોવેરિન ગ્રાન્ટ મરફતે યુકેના કરદાતાઓ પરનો દાવો જતો કરશે.

માર્ચના અંત સુધીમાં નવો કરાર શરૂ થયા પછી તેઓ એક પણ જગ્યાએ 93 વર્ષના રાણીના પ્રતિનીધી તરીકે  સત્તાવાર રીતે જશે નહીં.સોમવારે હેરીએ તેમના શાહી પરિવારના સભ્ય તરીકેની છેલ્લા પરિષદમાં ભાગ લીધો. એ પરિષદ હતી યુકે-આફ્રિકા ઇન્વેસ્ટમેન્ટ સમિટ. સમિટિની સાથે સાથે લંડનમાં થી કેનેડા જતાં પહેલા તેમણે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ulqAN3
via Latest Gujarati News

Post a Comment

0 Comments