ઝોમેટોએ અઢી હજાર કરોડમાં ઉબર ઇટ્સનો ભારતીય બિઝનેસ ખરીદી લીધો


નવી દિલ્હી, તા. ૨૧

ચીનની ઓનલાઇન કંપની અલીબાબાની પેટા કપની એન્ટ ફાઇનાન્સિયલ સમિાૃર્થત ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ઉબર ઇટ્સના ભારતીય બિઝનેસને ૨૪૯૨ કરોડ રૃપિયામાં ખરીદી લીાૃધો છે.  કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ સોદ શેરો પર આાૃધારિત છે. આ સોદા હેઠળ ઉબરને ઝોમેટોમાં ૯.૯૯ ટકા હિસ્સેદારી મળશે. ઝોમેટોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉબર ભારતમાં પોતાનો બિઝનેસ બંાૃધ કરશે. ઉબર ઇટ્સ સાાૃથે સંકળાયેલી રેસ્ટોરન્ટ, સપ્લાય પાર્ટનર અને ગ્રાહકોને મંગળવારાૃથી ઝોમેટો પ્લેટફોર્માૃથી જોડવાનું શરૃ કરી દેવામાં આવશે. 

ઇન્ફો એજ(ઇન્ડિયા)એ મુંબઇ શેરબજારને જણાવ્યું હતું કે આ સોદો પૂર્ણ ાૃથયા પછી ઝોમેટોમાં તેનો શેર હિસ્સો ઘટીને ૨૨.૭૧ ટકા રહી જશે. ઇન્ફો એજ ઝોમેટોનો એક શેરાૃધારક છે. 

ઝોમેટોએ પોતાના વર્તમાન રોકાણકાર એન્ટ ફાઇનાન્સિયલ પાસેાૃથી ૧૫ કરોડ ડોલર એક્ત્ર કર્યા પછી આ સોદો પૂર્ણ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સોદાને કારણે ભારતમાં ઝોમેટોનો બજાર હિસ્સો વાૃધીને ૫૫ ટકા ાૃથઇ જશે. 

ઝોમેટોના સીઇઓ દીપિંદર ગોયલે જણાવ્યું હતું કે અમને ભારતના ૫૦૦ શહેરોમાં ઓનલાઇન ભોજનની ડિલિવરી કરવાનો વ્યવસાય વિકસિત કરવા પર ગર્વ છે. આ સોદો આ શ્રેણીમાં અમારી સિૃથતિને વધુ મજબૂત બનાવશે. ઉબર ઇટ્સના ૪૧ શહેરોમાં ૨૬,૦૦૦ રેસ્ટોરન્ટ છે. તેણે ૨૦૧૭માં ભારતમાં પરિચાલન શરૃ કર્યુ હતું. 

ઝોમેટો અને સ્વિગી વચ્ચે ચાલી રહેલી હરીફાઇને કારણે ઉબર ઇટ્સને ભારે નુકસાન સહન કરવું પડતું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સોદાને કારણે ઉબર ઇટ્સના કાયમી ૨૪૫ કર્મચારીઓની નોકરી પર અસર પડશે. જો કે આ પૈકી કેટલાકને ઉબરમાં અન્ય ભૂમિકામાં રાખવામાં આવશે. 

ઉબરના સીઇઓ દારા ખુસરોશાહીએ જણાવ્યું છે કે ઉબર માટે ભારત એક મહત્ત્વપૂર્ણ બજર બનેલું છે અને અમે અમારા કેબ સેવા બિઝનેસમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. અમને આશા છે કે ઝોમેટો ઝડપાૃથી આગળ વાૃધશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36fWZlk
via Latest Gujarati News

Post a Comment

0 Comments