રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મ માટે સલમાન ખાનનો સંપર્ક કર્યો


મુંબઇ,તા. 10 જાન્યુઆરી 2020, શુક્રવાર

સલમાન ખાનની ગયા વરસે રિલીઝ થયેલી ફિલ્મ  'ભારત અને દબંગ ૩'એ બોક્સ ઓફિસ પર સલમાનના સ્ટારડમને અનુરૂપ વ્યવસાય કર્યો નહોતો. પરંતુ તેની માગમા ઓટ આવી નથી. આજે પણ બોલીવૂડના ટોચના ફિલ્મસર્જકોની તે પ્રથમ પસંદગી બની રહ્યો છે. રોહિત શેટ્ટી અને ફરાહ ખાનએ સલમાનને એક કોમેડી અને એકશન ફિલ્મની ઓફર કરી છે. જેનું શિર્ષક 'હમ પાંચ' કહેવાઇ રહ્યું છે. 

હાલ સલમાન પાસે ફક્ત એક જ ફિલ્મ 'રાધે' છે જેનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે જેની રિલીઝ ઇદના દિવસે થવાની છે. 'કિક ટુ'ને લઇને હાલ કોઇ નક્કર યોજના નથી બની રહી તેથી સલમાન પાસે  તારીખોની કોઇ સમસ્યા ન હોવાથી તેને સતત ઓફરો મળી રહી છે. 

થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે, કબીર ખાન સલમાન સાથે એક ફિલ્મ બનાવવા ઇચ્છે છે. તેણે સલમાનને એક આઇડિયા પણ સંભળાવ્યો છે, અને સલમાનને તેને સ્ક્રિપ્ટ લખવાની સૂચના આપી દીધી છે. જો સલમાનને આ સ્ક્રિપ્ટ પસંદ પડશે તો તે કબીર ખાનની આગામી ફિલ્મમાં કામ કરશે. આ જોડીએ ભૂતકાળમાં બજરંગી ભાઇજાન અને એક થા ટાઇગર જેવી ફિલ્મો આપી છે. 

સલમાનને હીરો તરીકેની પહેલી તક આપનાર સૂરજ  બડજાત્યા પણ તેને લઇને ફિલ્મ બનાવવા ઉત્સુક છે. સૂરજ સાથે સલમાનના ખાસ સંબંધો હોવાથી તે સૂરજની ફિલ્મમાં કામ કરવાની ના જ પાડી શકે નહીં. 

સલમાન જોકે હાલ ફિલ્મની પસંદગીમાં કોઇ ઉતાવળ કરવા માંગતો નથી. તે અનુભવી રહ્યો છે કે, હાલ સિનેમામાં ઘણો બદલાવી આવ્યો છે અને તે આ બદલાવ અનુરૂપ હવે ફિલ્મો કરવા માંગે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T8cwAO
via Latest Gujarati News

Post a Comment

0 Comments