તારા સુતરિયાને રણબીર કપૂરના બિલ્ડીંગમાં ફ્લેટ ખરીદવામાં અડચણ


(પ્રતિનિધિ દ્વારા)       મુંબઇ,તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર

તારા સુતરિયાએ મુંબઇમાં એક પોતાના નવા ઘરની શોધ શરૂ કરી દીધી છે. તે મુંબઇના પરા બાંદરાના પાલી  હિલ વિસ્તારમાંના રણબીર કપૂર રહે છે તે બિલ્ડિંગમાં જ ફ્લેટ લેવાનો વિચાર કરી રહી છે. પરંતુ તેને એક અડચણ નડી રહી છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો તારા સુતરિયાને રણબીર કપૂર રહે છે તે  બિલ્ડિંગમાં જ ફ્લેટ ખરીદવાની ઇચ્છા છે. પરંતુ  આ  બ્લિડિંગમાં તેને ફ્લેટ સરળતાથી મળે તેમ લાગતું નથી. આ બ્લિડિંગમાં સિંગલ અને ખાસ કરીને બોલીવૂડ સેલિબ્રિટીઓને પસંદ કરવામાં આવતી નથી. તેથી તારા માટે આ એક મુશ્કેલીભર્યું કામ છે. જોકે તારા આ જ બિલ્ડીંગમાં ઘર ખરીદવા માગે છે.  તારાનું આ જ બિલ્ડિંગમાં ઘર ખરીદવાના મુખ્ય કારણે લોકો તેના અને રણબીરના પિતરાઇ આદર જૈન સાથેના સંબંધને જોડી રહ્યા છે. લોકો એવું માની રહ્યા છે કે, આ રીતે તારા કપૂર પરિવારની નજીક જવાના પ્રયાસ કરી રહી છે. તારા અને આદર લાંબા સમયથી ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે, તેમણે નવા  વરસની ઊજવણી પણ સાથે કરી હતી. તારા અને આદર જાહેરમાં ઘણી વખત જોવા મળ્યા છે,તેમજ ડિનર ડેટ પર પણ તેઓ સ્પોટ થયા છે. 

પહેલા એવી વાત હતી કે, તારા સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. તેણે ' સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ'  ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ROvdqP
via Latest Gujarati News

Post a Comment

0 Comments