
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર
કંગના રનૌત મોટા ભાગે મહિલા પ્રધાન ફિલ્મો કરવા જાણીતી છે. હવે તે એર ફોર્સના પાઇલટની ભૂમિકા ભજવવાની છે. નિર્માતા રોની સ્ક્રુવાલા અને દિગ્દર્શક સર્વેશ મેવારાની ફિલ્મ 'તેજસ'માં કંગના એરફોર્સના પાઇલટની ભૂમિકા ભજવવાની છે. કંગનાએ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતુ કે, '' મને લાંબા સમયથી સોલ્જરની ભૂમિકા ભજવવાની ચ્છિા હતી. જે હવે એરફોર્સના પાઇલટનું પાત્ર ભજવીને પૂરી થશે. નાનપણમાં મને આર્મફોર્સમાં જવાની બહુ ઇચ્છા હતી.જવાનો માટે મને બહુ હમદર્દી છે, તેઓ જ ખરા 'હીરો' છે. આપણા દેશની સુરક્ષા તેઓ જીવના જોખમે કરે છે. તેથી મને આ ફિલ્મમાં આ પાત્ર ભજવવાની તક મળવાથી હું આનંદવિભોર બની ગઇ છું.
હું એકફોર્સનો યુનિફોર્મ પહેરવા માટે ઉતાવળી થઇ છું. આ યુનિફોર્મ પહેરવો એ પણ એક ગર્વની વાત છે, મારા જીવનની આ સૌથી મોટી હાઇલાઇટ હશે.'' કંગના આ ફિલ્મનું શૂટિંગ જુલાઇમાં શરૂ કરે તે પહેલા તેણએ વિશેષ તાલીમ લેવી પડશે.'' શૂટિંગ શરૂ કરતા પહેલા મારે ખાસ તાલીમ લેવી પડશે. મારા માટે દિગ્દર્શકે ખાસ પ્રોફેશનલ ટ્રેઇનર માટે નિયુક્ત કર્યો છે, '' તેમ કંગનાએ જણાવ્યુ હતું.
કંગનાએ બે અઠવાડિયા પહેલા જ આ ફિલ્મ સાઇન કરી છે.
હાલ તે તમિલનાડુની મુખ્ય મંત્રી ભૂતપૂર્વ જયલલિતાની બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. આ પછી તે ફિલ્મ 'તેજસ'નું શૂટિંગ કરશે તેમ તેણે કહ્યુ હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sZd41g
via Latest Gujarati News
0 Comments