અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શહેનશાહ'ની રિમેકની તૈયારી શરૂ


(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ, તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર

બોલીવૂડમાં હાલ ફિલ્મોની રિમેક અને સિકવલ  બનાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 

જેમાં અમિતાભની બે ફિલ્મોની રિમેકની તૈયારી શરૂ થઇ છે. જેમાંની એક 'સત્તે પે સત્તા અને બીજી શહેનશાહ છે. 

નિર્માત્રી સંગીતા અહિર 'સત્તે પે સત્તા'ની રિમેક પર કામ કરી રહી છે. આ ઉપરાંત તેણે 'શહેનશાહ' ટાઇટલ રજિસ્ટર્ડ કરાવ્યું છે.

 તેણે 'ઇમ્પા' માં અમિતાભની ક્લાસિક ફિલ્મ ' શહેનશાહ'નું ટાઇટલ રજિસ્ટર્ડ કરાવ્યું છે અને આ ફિલ્મના હક્ક ખરીદવાનું કામ પણ ચાલી રહ્યું છે, '' તેમ સૂત્રે જણાવ્યું હતું. 

જોકે 'શહેનશાહ'ની કાસ્ટ અને સ્ટોરી વિશે નિર્ણય લેતા હજી સમય લાગશે. હાલ આ ફિલ્મ શરૂઆતના સ્ટેજમાં જ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36oYU75
via Latest Gujarati News

Post a Comment

0 Comments