
નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી, 2020, શુક્રવાર
બ્રિટનના વિશ્વ વિખ્યાત આિર્થક સામયિક 'ધ ઈકોનોમિસ્ટ'ના નવા કવર પેજ પર વિવાદ શરૂ થઈ ગયો છે. મેગેઝીને નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) અંગે ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પર મોદી સરકાર પર હુમલો કર્યો છે.
મેગેઝિને મોદી ધર્મના નામે દેશને વિભાજિત કરતાં હોવાનો અને ભારતમાં 20 કરોડથી વધુ મુસ્લિમો ભયભીત હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં તેમણે ભાજપના શાસનમાં દેશ 'અસહિષ્ણુ ભારત' બન્યો હોવાનો પણ દાવો કર્યો છે.
મેગેઝીનના કવર પેજ પર કાંટાળા તાર વચ્ચે ભાજપનું ચૂંટણી ચિહ્ન જોવા મળી રહ્યું છે. તેના ઉપર લખ્યું છે, 'અસહિષ્ણુ ભારત : કેવી રીતે મોદી દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યા છે.'
ધ ઈકોનોમિસ્ટે ગુરૂવારે આ કવર પેજ ટ્વીટ કરતાં લખ્યું, કેવી રીતે ભારતના વડાપ્રધાન અને તેમનો પક્ષ દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યા છે. આર્ટિકલમાં લખ્યું છે કે ભારતના 20 કરોડ મુસ્લિમો ભયભીત છે, કારણ કે વડાપ્રધાન હિન્દુ રાષ્ટ્ર નિર્માણમાં કાર્યરત છે.
80ના દાયકામાં રામ મંદિર માટે આંદોલન સાથે ભાજપની શરૂઆત પર ચર્ચા કરતા લેખમાં તર્ક અપાયો છે કે સંભવિત રીતે નરેન્દ્ર મોદી અને ભાજપને ધર્મ અને રાષ્ટ્રીય ઓળખના આધારે કિથત વિભાજનથી લાભ થઈ રહ્યો છે. એનઆરસીના મુદ્દે લેખમાં લખ્યું છે કે ગેરકાયદે શરણાર્થીઓની ઓળખ કરતા વાસ્તવિક ભારતીયો માટે રજિસ્ટર તૈયાર કરવાની પ્રક્રિયાથી 130 કરોડ ભારતીયો પર અસર થશે. તે અનેક વર્ષ સુધી ચાલશે.
યાદી તૈયાર થયા પછી તેને પડકારવામાં અને પછી યોગ્ય કરવાની પણ પરંપરા ચાલશે. મેગેઝીને લખ્યું છે કે આ પ્રકારના મુદ્દાને આગળ કરીને આૃર્થતંત્ર જેવા અન્ય મુદ્દાઓ પર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. ભાજપ વિજય પછીથી જ ભારતના આૃર્થતંત્રના પડકારોનો સામનો કરી રહ્યો છે.
મેગેઝીનનું આ કવરપેજ જાહેર થતાં જ સમગ્ર દેશમાં તે ટ્વીટર પર વાયરલ થઈ ગયું હતું. ભાજપના અનેક નેતાઓએ ટ્વીટ કરી મેગેઝીનના કવરપેજની ટીકા કરી છે. ભાજપના નેતા વિજય ચોથાઈવાલાએ મેગેઝીનને અહંકારી અને સામ્રાજ્યવાદી માનસિક્તાવાળુ ગણાવ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36sAE42
via Latest Gujarati News
0 Comments