
મુંબઇ, તા. 24 જાન્યુઆરી, 2020, શુક્રવાર
આૃર્થતંત્રમાં મંદી અને ગયા વર્ષે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેકશનમાં છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત ઘટાડો થવાની શક્યતા છે તેમ રોયટર્સે પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે.
વડાપ્રધાન મોદી સરકારે 31 માર્ચે પૂરા થતા નાંણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડ ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જે ગત નાણાકીય વર્ષ કરતા 17 ટકા વધારે છે.
જો કે આિર્થક મંદીને કારણે કંપનીઓને રોકાણ અને નોકરીઓ ઘટાડવાની ફરજ પડી છે. જેના કારણે ટેક્સ કલેકશનની સાથે દેશનો જીડીપી પણ ઘટી રહ્યો છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી પાંચ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જે છેલ્લા 11 વર્ષમાં સૌૈથી ઓછો છે.
23 જાન્યુઆરી સુધીમાં ટેક્સ વિભાગ ફક્ત 7.3 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં સફળ રહ્યું છે. ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આ રકમ 5.5 ટકા ઓછી છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં વાર્ષિક ટેકસની 30 થી 35 ટકા રકમ જમા કરાવવામાં આવે છે.
જો કે આવકવેરા વિભાગના આઠ વરિષ્ઠ અિધકારીઓના જણાવ્યા અનુસાર ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે તો પણ ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શન ગયા વર્ષના 11.5 લાખ કરોડના ટેક્સ કલેકશન કરતા ઓછું જ રહેશે. અિધકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના લક્ષ્યાંકને તો ભૂલી જાવ આ વખતનું ટેક્સ કલેકશન ગયા વર્ષ કરતા પણ ઓછું રહેેશે અને આ ઘટાડો છેલ્લા 20 વર્ષોમાં પ્રથમ વખત જોવા મળશે.
તેમના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેકશન ગયા વર્ષ કરતા પણ 10 ટકા ઓછું રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સરકારની આવકનો 80 ટકા હિસ્સો ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો હોય છે એટલે કે ડાયરેટ ટેક્સ કલેકશન ઘટવાથી સરકારની આવકમાં પણ ઘટાડો થશે.
અિધકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે એશિયાના ત્રીજા સૌથી મોટા આૃર્થતંત્રમાં ઉત્પાદન અને રોકાણ વધારવા માટે ગયા વર્ષે કોર્પોરેટ ટેક્સમાં કરાયેલા ઘટાડાને ટેક્સ કલેકશનમાં ઘટાડો જોવા ણવાી રહ્યો છે. જો ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ કલેકશન ગયા વર્ષ જેટલુ પણ રહેશે તો અમને આનંદ થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37nTfzG
via Latest Gujarati News
0 Comments