સીએએ લાગુ કરવાની ના પાડવી ગેરબંધારણીય : કપિલ સિબ્બલ


નવી દિલ્હી, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર

એક તરફ રાજ્ય સરકાર સીએએ લાગુ કરવાની ના પાડી રહી છે. બીજી તરફ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે સીએએ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલો કાયદો હોવાથી રાજ્ય સરકારોએ તેને લાગુ કરવો ફરજીયાત હોય છે અને તેને ના ન પાડી શકાય. 

સિબ્બલે દાવો કર્યો છે કે સીએએને લાગુ કરવાની ના પાડવી ગેરબંધારણીય છે, કોઇ પણ રાજ્ય તેને લાગુ કરવાની ના ન પાડી શકે. સિબ્બલે આ સાથે જ કેરળના રાજ્યપાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. 

સિબ્બલે કહ્યું હતું કે કેરળના રાજ્યપાલને બંધારણ વિશે કોઇ જ જાણકારી નથી. તેમણે શનિવારે આ વાત કેરળના લિટરેચર ફેસ્ટિવલમાં કરી હતી. સિબ્બલે આગળ કહ્યું કે જો સીએએ પાસ થઇ જાય તો કોઇ રાજ્ય એમ ન કહી શકે કે અમે તેને લાગુ ન કરી શકીએ.

બંધારણ તેની છુટ નથી આપતું અને સીએએ સંસદમાં પસાર થઇ ગયો હોવાથી તેને લાગુ કરવો રાજ્ય સરકારોની ફરજ છે. સાથે જ તેમણે કહ્યું હતું કે કોઇ રાજ્ય ઇચ્છે તો આ કાયદા વિરૂદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરી શકે છે અને સરકારને કહી શકે છે કે તે આ કાયદાને પરત લે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NzueJV
via Latest Gujarati News

Post a Comment

0 Comments