નવી દિલ્હી તા.23 જાન્યુઆરી 2020, ગુરૂવાર
એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના નાનાભાઇ અને તેલંગાણાના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંઘને સંબોધીને કહ્યું હતું કે તમે મુહમ્મદ અલી જિન્નાહના માર્ગે નહીં જતા. હવે સમય બદલાયો છે, લોકો જાગ્રત થઇ ચૂક્યા છે. તમે લોકોને ભરમાવી નહીં શકો.
ગિરિરાજ સિંઘે એવું વિધાન કર્યું હતું કે મુ્સ્લિમ શાસકોએ દેશ પર 800 વર્ષ રાજ્ય કર્યું. એમાંના મોટા ભાગના લૂંટારા અને હત્યારા શાસકો હતા. એના જવાબમાં અકબરુદ્દીને કહ્યું કે અમારા પૂર્વજોએ કુતુબમિનાર આપ્યો અને જે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે એ લાલ કિલ્લો પણ અમારા પૂર્વજોએ આપ્યો છે એ હકીકત ભૂલતા નહીં.
ગિરિરાજ સિંઘને પડકારતાં અકબરુદ્દીને કહ્યું કે મુસ્લિમો પાસે નાગરિકત્વના દસ્તાવેજો માગનારા ભૂલે નહીં કે અમારા પૂર્વજોએ આ દેશ પર આઠસો વરસ રાજ કર્યું છે. અકબરુદ્દીને મુસ્લિમોને સંબોધીને કહ્યું કે કોઇ તમારી પાસે દસ્તાવેજો માગે ત્યારે કહેજો કે તું કાગળ માગનારો છે કોણ ? હૈદરાબાદમાં આ જે ચાર મિનાર દેખાય છે એ મારા બાપદાદાએે બાંધ્યા છે, તારા બાપે બંધાવ્યા નથી.
અકબરુદ્દીન અગાઉ પણ આવા ભ઼઼ડકામણાં વિધાનો કરી ચૂક્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aA3RNN
via Latest Gujarati News
0 Comments