અમેરિકામાં ન્યુજર્સી રાજ્ય H1-B વિઝા ધારકોના સંતાનોની કોલેજ ફી ઘટાડશે


ન્યુયોર્ક,તા.23 જાન્યુઆરી 2020 ગુરૂવાર

અમેરિકામાં આઇટી ક્ષેત્રે કામ કરતા મોટાભાગના ભારતીયોને રાહત આપતા સમાચાર એ છે કે ન્યુ જર્સી રાજ્યે એચવન-બી વિઝા ધારકોના બાળકોની કોલેજની ફીમાં ઘટાડો કરવા નિયમ બનાવવા યોજના બનાવી હતી. એમ મનાય છે કે આ કાયદો અમલમાં આવ્યા પછી ભારતીય વ્યવસાયીઓને નાણાકીય બોજ ઘટશે. ન્યુજર્સીના ગવર્નર ફીલ મુરફીએ એસ૨૫૫૫ ખરડા પર સહી કરી હતી જેના કારણે હવે ન્યુજર્સીના વિદ્યાર્થીઓ જેઓ એચવન-બી વિઝા ધારકોની સંતાન છે તેમની કોલેજ ફીમાં ઘટાડો થઇ જશે. ઉચ્ચ શિક્ષણની સરકારી સંસ્થાઓમાં તેઓ ઇન-સ્ટેટ માટે પાત્ર બનશે.

મોટા ભાગના આઇટી પ્રોફેશનલ ભારતીયો છે અને આ કાયદો આવવાથી  ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ ઇમિગ્રેશનના કાયદા વધુ કડક બની રહ્યા છે અને ખાસ ચકાસણી શરૂ કરાશે તેવા વાતાવરણમાં તેમનો નાણાકીય બોજ ઘટશે અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.' ન્યુજર્સીને ઉચ્ચ શિક્ષણમાં એક સમાન તક મળવી જોઇએ અને આજે  આ વાતને શક્ય બનાવવા માટે અમે એક ડગલું આગળ વધી રહ્યા છીએ. આપણા વિદ્યાર્થીઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરે, સારા ભવિષ્ય તરફ કૂચ કરે અને અહીંયા તેમના ગૃહ રાજ્યમાં પોતાના સપના સાકાર કરવા તેમને મદદ કરવા આ ખરડા પર સહી કરતાં મને ગૌરવ થાય છે'એમ મુરફીએ કહ્યું હતું.

જેમના વાલીઓ અથવા એચવન-બી વિઝા ધારક હોય તેવા  આશ્રિત  સંતાનોને આ કાયદો રાહત આપશે .કોઇ સંતાને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ન્યુજર્સીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય અને ન્યુજર્સીની હાઇસ્કુલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હાવાની શરત પુરી કરી હોય તેમને આઉટ ઓફ સ્ટેટ ટયુશન ભરવામાંથી મૂક્તિ મળશે.

ન્યુજર્સી રાજ્યમાં પ્રિન્સટન યુનિ. જેવી પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા આવેલી છે. ઉચ્ચ શિક્ષણના મંત્રી ઝકિયા સ્મીથ એલિસે કહ્યું હતું કે ન્યુજર્સી અમારા નાગરિકોને પરવડે તેવી કોલેજો બનાવવા તરફ આગળ વધે છે. નવા કાયદાથી પોસ્ટ સેકેન્ડરી શિક્ષણની તકો વધશે.  ન્યુયોર્કસ્થિત ભારતીય નાયબ કોન્સુલ જનરલ શત્રુ સિંહા એ આ પગલાને આવકાર્યો હતો અને ટ્વિટ કર્યું હતું કે ભારતીય સમુદાય માટે આ એક શૂભ પહેલ  છે.  આ ખરડાને ગૃહમાં રજૂ કરનારાઓમાં ભારતીય વિન ગોપાલ,સેનેટર એમ.ટેરેસા રૂઇઝ અને એસેમ્બલી મેમ્બર રાજ મુખર્જીનો સમાવેશ થતો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37mYDD1
via Latest Gujarati News

Post a Comment

0 Comments