નવી દિલ્હી તા.10 જાન્યુઆરી 2020, શુક્રવાર
દેવાદાર ખેડૂતો કરતાં બેરોજગાર યુવાનો દેશમાં વધુ આપઘાત કરતા હોવાનું તારણ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ પ્રગટ કર્યું હતું.
બ્યૂરોના રિપોર્ટ મુજબ 2017-18માં ખેડૂતો કરતાં તો બેકાર યુવાનોએ હતાશ થઇને આપઘાત કર્યાના બનાવો વધુ બન્યા હતા.
બ્યૂરોના રિપોર્ટ મુજબ 2018માં બેરોજગારીના પગલે 12 હજાર 936 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું જ્યારે આ વર્ષમાં ખેડૂતોના આપઘાતનો આંકડો 10 હજાર 349નો હતો.
બ્યૂરોએ વધુમાં જણવ્યા મુજબ 2018માં થયેલા આપઘાતોમાં આગલા વર્ષ કરતાં 3.6 ટકા વધુ આપઘાત થયા હતા. 2018માં કુલ એક લાખ 35 હજાર 316 લોકોએ આપઘાત કર્યો હતો. એના આગલા વર્ષે 2017માં બેકારીના પગલે 12 હજાર 241 જણે જીવન ટૂંકાવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a5uABI
via Latest Gujarati News
0 Comments