કેટરિના કૈફ અને વિક્કી કૌશલ ફરીથી પાર્ટીમાં સાથે દેખાયા


મુંબઇ, તા. 22 જાન્યુઆરી 2020, બુધવાર

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ થોડા દિવસોથી પોતાની અંગત લાઇફને લઇને ચર્ચામાં છે. કેટરિના અને વિક્કી ડેટ કરી રહ્યા હોવાની વાત ઘણા સમયથી થઇ રહી છે. આ યુગલ વારંવાર જાહેરમાં સાથે દેખાય છે. જોકે બન્ને જણાએ પોતાનો સંબંધ જાહેરમાં  સ્વીકાર કર્યો નથી.  કેટરિના અને વિક્કીને હાલમાં જ મોડી રાતના એક મિત્રની પાર્ટીમાં સાથે જતા જોવા મળ્યા હતા. કેટરિના સફેદ ડ્રેસ અને વિક્કી બ્લેક ડ્રેસમાં હતો. તેમની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર લીક થઇ હતી. આ પહેલા પણ આ જોડું ડાયરેકટર અલી અબ્બાસ જફરની બર્થ ડે પાર્ટીમાં મસ્તી કરતું જોવા મળ્યુ હતું. 

થોડા દિવસો પહેલાના એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે, વિક્કી કોશલ કેટરિના માટે એટલો બધો પ્રોટેકટિવ થઇ ગયો છે કે, અને  પિકઅન એન્ડ ડ્રોપની સુવિધા આપી રહ્યો છે. રિપોર્ટમાં હતું કે, વિકી અને કેટરિના એકબીજા પ્રત્યે ગંભીર છે. જ્યારે અન્યોનું માનવું છે કે, આ એક પબ્લિસિટિ સ્ટંટ છે.  હાલમાં જ કેટરિના એક બ્રાન્ડના શૂટિંગ માટે એક સ્ટુડિયોમાં ગઇ હતી. ત્યારે વિક્કીએ તેને સ્ટુડિયોની બહાર ડ્રોપ કરી હતી. આ પછી તે કેટરિનાને ત્યાં લેવા પણ ગયો હતો. જોકે આ બધુ ખાનગી રીતે થઇ રહ્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38xr9lu
via Latest Gujarati News

Post a Comment

0 Comments