
મુંબઇ,તા. 22 જાન્યુઆરી 2020, બુધવાર
રાજ કુમાર હીરાણી, અલી અબ્બાસ ઝફર, કરણ જોહર અને હવે સિદ્ધાર્થ આનંદ સાથે શાહરૂખ ફિલ્મ કરવાનો છે તેવી વાત આવી છે. ફિલ્મ 'ઝીરો'ની નિષ્ફળતા બાદ પોતાની આગામી ફિલ્મની ઘોષણા શાહરૂખે હજી સુધી કરી નથી. પરંતુ તેની આગામી ફિલ્મને લઇને વિવિધ અટકળ થતી રહે છે. થતી ચર્ચાને સાચી માનીઅ ે તો, સિદ્ધાર્થ આનંદ 'વોર' બાદ ફરી એક એકશન ફિલ્મ બનાવાની તૈયારી કરી રહ્યો છે. યશરાજ ફિલ્મસના પ્રોડકશન હેઠળ બનનારી આ ફિલ્મ માં શાહરૂખ ખાન કામ કરશે.
થોડા દિવસો પહેલા એવી વાત હતી કે, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ રાજકુમાર હીરાણી સાથેની હશે. શાહરૂખને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે અને ડેટ પણ લોક કરી દીધી છે.એપ્રિલ ૨૦૨૦ના આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની યોજના છે. જોકે હજી સુધી આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
સૂત્રોની માનીએ તો, શાહરૂખે હીરાણીની ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. તેણે યશરાજની પણ એક બિગ બજેટ ફિલ્મ સાઇન કરી છે. જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરવાનો છે. આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થાય તેવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NM3oyj
via Latest Gujarati News
0 Comments