
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.22 જાન્યુઆરી 2020, બુધવાર
થાણેમાં ફેસબુક પર લાઈવ બતાવીને યુવકે આત્મહત્યા કરી હતી. તેણે આત્મહત્યા કરતા પહેલા ફેસબુક પર પોતાનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. પોલીસે કેસ નોંધી મામલાની વધુ તપાસ શરૂ કરી છે.
થાણે મહાનગરપાલિકામાં નોકરી કરતો મંદાર (ઉ.વ.૩૫) કરજમાં ડૂબી ગયો હતો. પત્ની અને છ વર્ષીય પુત્રી પણ તેની સાથે રહેતી નહોતી. હાલમાં એકલો રહેતો મંદાર ઓફિલમાં પણ નિયમિત જતો નહોતો તે માનસિક રીતે ભાંગી ગયો હતો.
આ યુવકે રાતે પોતાનો ફોટો ફેસરુક પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ ફોટો જાયા બાદ મંદારના મિત્રોએ તેને ફોન કરીને સમજાવ્યો હતો. મિત્રોએ દરેક પરિસ્થિતિમાં તેની સાથે હોવાનું જણાવ્યું હતું. આમ છતાં મંદારે સવારે ફેસબુક પર લાઈવ કરીને કહ્યું હતું કે તેને કોઈ સમજી શક્તું નથી, આથી આત્મહત્યા કરી રહ્યો છું.
આ વિડીયો જોયા પછી મિત્રોએ તેને ફોન કર્યો હતો પણ તે ફોન ઉપાડતો નહોતો. બાદમાં મંદારના ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી. ત્યારે મંદારે ગળાફાંસો ખાદ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NP575K
via Latest Gujarati News
0 Comments