નવી મુંબઈમાં પ્લાસ્ટિકની ગુણીમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી


મુંબઈ,તા.22 જાન્યુઆરી 2020, બુધવાર

નવી મુંબઈમાં પ્લાસ્ટિકની ગુણીમાં તુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી.  પોલીસે મૃતકની ઓળખ કરી લીધી છે. જ્યારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પૂર્વ વૈમનસ્ય કે અન્ય કયા કારણથી યુવકની હત્યા કરાય હતી એની  તપાસ કરવામાં આવી રહી છે.

નવી મુંબઈના તુર્ભે એચઆઈડીસીમાં  ઈન્દિરાનગર વિસ્તારમાં  રહેતો ૩૦ વર્ષીય સંતોષ કસબે દક્ષિણ મુંબઈમાં ભાઉચા ધક્કા ખાતે બોટ પર હેલ્પર તરીકે કામ કરતો હતો. મૃતકના પરિવારે તેની ઓળખ કરી છે. પોલીસે હત્યાનો કેસ નોંધી લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધી હતી,  ેમ નવી મુંબઈના ઝોન-૧ના ડીસીપી  પંકજ દહાણેએ જણાવ્યું હતું.

ઘરથી થોડી દૂર આજે સવારે પ્લાસ્ટિકની ગુણીમાં સંતોષ કસબેની લાશ મળી હતી. તેના માથા પર હુમલો કરવામાં આવ્યો હતો, એમ તુર્ભે એમઆઈડીસી પોલીસ સ્ટેશનના એપીઆઈ સંતોષ જાધવે  જણાવ્યું હતું.

'ગુજરાત જઈ રહ્યો હોવાનુંં જણાવીને  સોમવારે સાંજે સંતોષ ઘરની બહાર ગયો હતો, એમ મૃતક સંતોષના કાકા ભુપેન્દ્ર કસબેએ જણાવ્યું હતું.

હાલમાં મુંબઈ, ભિવંડી, કલ્યાણમાં બેગમાં લાશ મળવાની ઘટના વધી ગઈ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2va4vkJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments