મુખ્ય પ્રધાન બનેલા ઉદ્ધવ ઠાકરેનું 'જલ્લોસ' સમારોહમાં સન્માન


મુંબઈ,તા.22 જાન્યુઆરી 2020, બુધવાર

શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની આવતીકાલે ગુરુવાર, ૨૩મી જાન્યુઆરીએ ૯૪મી જન્મજયંતિ છે. આ નિમિત્તે મુંબઇમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આ બંને પિતરાઇ ભાઇઓ પોતપોતાના પાર્ટીઓનું શક્તિ પ્રદર્શન કરશે. 

શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોઇપણ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે શિવસેનાનો જ વ્યક્તિ બેસાડીશ, એવું વચન શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને એમનું અવસાન ૧૭ નવેમ્બર ૨૦૧૨ના દિવસે થયું એ પહેલા આપ્યું હતું અને બરાબર ૭ વર્ષ પછી એટલે ૨૮ નવેમ્બર ૨૦૧૯ના દિવસે શિવતીર્થ ઉપર (શિવાજી પાર્ક,  દાદર) ઉદ્ધવ ઠાકરેએ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ ત્રણ પાર્ટીઓને એકત્ર કરીને મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના નેતા તરીકે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પાસે મુખ્ય પ્રધાન પદ અને ગોપનીયતાના સોગંધ લીધા હતા.

શિવસેનાના વિભાગ પ્રમુખ અને નવા પરિવહન પ્રધાન એડ. અનિલ પરબની સંકલ્પનામાંથી 'જલ્લોષ' આ સમારોહનું આયોજન આવતીકાલે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભવ્ય મેદાન ઉપર શિવસૈનિકો તરફથી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન બનીને બાળાસાહેબને આપેલા વચનની પૂર્તિ કરવા માટે એમનું સન્માન કરવામાં આવવાનું છે. ૨૩ જાન્યુઆરીએ બાળાસાહેબ ઠાકરેનો જન્મદિવસ અને દૈનિક સામનાનો સ્થાપના દિવસ દર વરસે હર્ષોલ્લાસમાં મનાવવામાં આવે છે અને દસ્તુરખુદ શિવસેના પક્ષ પ્રમુખ પોતે જ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા હોવાથી આવતીકાલે એક ઉત્સાહનું વધુ પડતું વાતાવરણ નિર્માણ થયું છે.

આવતીકાલે શિવસેનાના માજી ઉપવિભાગ પ્રમુખ મનોહર દેસાઇએ ઉપનેતા વિશ્વનાથ નેરૂટકરના માર્ગદર્શન હેઠળ કાંદિવલીના બ્રોડવે થિયેટરની બાળાસાહેબના જન્મ જયંતિ નિમિત્તે 'તાન્હાજી ; ધ અનસેગ વોરિયર' આ અજય દેવગણ- કાજોલની ફિલ્મનો ખાસ શોનું શિવસૈનિકો માટે આયોજન કર્યું છે.

બીજી તરફ શિવસેનાએ બંને કોંગ્રેસ સાથે હાથ મિલાવવાથી લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ટાંકણે બંને કોંગ્રેસને મદદરૂપ થયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સર્વેસર્વા રાજઠાકરેએ પોતાનો પેંતરો બદલ્યો છે અને હવે છત્રપતિ શિવાજી મહારાજની સંકલ્પનાના હિંદવી સ્વરાજ્ય માટે અમે મહારાષ્ટ્ર ધર્મ માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીની સ્થાપ્નાના ૧૩ વર્ષ બાદ અલગ ભૂમિકાનો સ્વીકાર કરી રહી છે અને પોતાની પાર્ટીના  પંચરંગી ઝંડાને નેવે મૂકીને છત્રપતિ શિવાજી મહારાજની રાજ મુદ્રાનો ભગવો ઝંડો સ્વીકારવામાં આવવાનો છે. આવતી કાલે સવારથી સાંજ સુધી ગોરેગામના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસેના નેશનલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સની ભવ્ય  જગ્યામાં મનસેની પહેલવહેલા મહાઅધિવેશનું રાજઠાકરેએ આયોજન કર્યું છે. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં આવતી કાલ તરફ આ બંને પિતરાઇ ભાઇઓના શક્તિ પ્રદર્શન તરફ જીજ્ઞાાસા વધતી દેખાય છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3azLCIm
via Latest Gujarati News

Post a Comment

0 Comments