લખનૌ: CAA વિરોધી દેખાવો કરી રહેલી 1200 મહિલા સામે 144નો ભંગ કર્યાની ફરિયાદ

લખનઉ તા.23 જાન્યુઆરી 2020, ગુરૂવાર

નાગરિકતા અંગેના નવા કાયદા (સીએએ) અને નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર વિરૂદ્ધ દેખાવો કરી રહેલી ઉત્તર પ્રદેશની મહિલાઓ વિરૂદ્ધ રાજ્ય સરકારે કડક પગલાં લેવાની શરૂઆત કરી દીધી હતી.

ઓછામાં ઓછી 1200 મહિલાઓ સામે 144મી કલમના ભંગનો કેસ નોંધવામાં આવ્યો હતો.  નવી દિલ્હીના શાહીન બાગની જેમ લખનઉમાં આ મહિલાઓ દેખાવો કરી રહી હતી.

પ્રદેશવાર આંકડા જોઇએ તો અલીગઢમાં 60, પ્રયાગરાજમાં 300 અને ઇટાવામાં 200 મહિલાઓ તથા 700 પુરૂષો સામે કાયદેસરના કેસ નોંધવામાં આવ્યા હતા.

લખનઉમાં ઘંટાઘર, રાયબરેલીમાં ટાઉન હૉલ અને પ્રયાગ રાજમાં મનસુર અલી પાર્કમાં દેખાવો ચાલુ હતા.

દરમિયાન, ઘંટાઘર વિસ્તારમાં દેખાવો કરી રહેલી મહિલાઓ વિશે અઘટિત ટીકા કરનારા ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી સામે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vfzz2K
via Latest Gujarati News

Post a Comment

0 Comments