સુપ્રીમે એસસી/એસટી સંશોધન કાયદા, 2018ની બંધારણીય કાયદેસરતાને માન્યતા આપી


9 ઓગસ્ટ, 2018ના રોજ સંસદમાં સુપ્રીમ કોર્ટના 20 માર્ચ, 2018ના ચુકાદામાં ફેરફાર કરવાના બિલને મંજૂરી આપવામાં આવી હતી

20 માર્ચ, 2018ના રોજ સુપ્રીમે આ કાયદાની તાત્કાલિક ધરપકડની જોગવાઇ કાઢી નાખી હતી અને આગોતરા જામીનને પણ મંજૂરી આપી હતી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર

એસસી/એસટી એમેન્ડમેન્ટ એક્ટ, 2018ની કાયદેસરતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે આ એક્ટમાં તાત્કાલિક ધરપકડની જોગવાઇ ચાલુ રહેશે અને આ કાયદા હેઠળ કોઇ પણ વ્યકિતને આગોતરા જામીન મળશે નહીં. 

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ વિનીત શરણ અને ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે બે વિરૂદ્ધ એકના મતે નિર્ણય આપ્યો છે. સુુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા તેના અગાઉના ચુકાદામાં કરાયેલા સંશોધનનોને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને બદલીને એસસી/એસટી એક્ટમાં તાત્કાલિક ધરપકડ અને આગોતરા જામીન નહીં આપવાની જોગવાઇ ચાલુ રાખી હતી. 

ઉલ્લેખનીય છે કે 20 માર્ચ, 2018ના રોજ સુપ્રીમ કોર્ટ આ કાયદા હેઠળ તાત્કાલિક ધરપકડની જોગવાઇ કાઢી નાખી હતી અને આગોતરા જામીનને પણ મંજૂરી આપી હતી.

સુપ્રીમે એસસી/એસટી એક્ટમાં સુધારો કરતા જણાવ્યું હતું કે સરકારી કર્મચારી કે અિધકારી પર આરોપ મૂકવામાં આવશે તો તેમની ધરપકડ કરતા પહેલા તેમના સંબિધત વિભાગની મંજૂરી લેવી પડશે અને જો સામાન્ય નાગરિક પર આરોપ મૂકવામાં આવશે તો તેની ધરપકડ પહેલા એસએસપી સ્તરના પોલીસ અિધકારીની મંજૂરી લેવી પડશે. એફઆઇઆર દાખલ કરતા પહેલા પ્રાથમિક તપાસની પણ જોવાઇ દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી સરકારે સંસદમાં મંજૂરી મેળવીને આ કાયદામાં સંશોધન કર્યુ હતું અને અગાઉની જોગવાઇઓને જ બહાલી આપી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અરજીઓની સુનાવણી હાથ ધરીને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટ, 2018ના રોજ સંસદમાં સુપ્રીમ કોર્ટના 20 માર્ચ, 2018ના ચુકાદામાં ફેરફાર કવાના બિલને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ તેના 20 માર્ચ, 2018ના ચુકાદાની પુન:સમીક્ષા કરવા માટેની અરજી કરી હતી. 

ભાગવતે અનામત મુદ્દે સર્જેલો વિવાદ પાંચ વર્ષે થાળે પડયો

લાલુ યાદવે 2015માં ચૂંટણી પહેલાં અનામત વિવાદનો ફાયદો ઉઠાવ્યો હતો

નવી દિલ્હી, તા. 10

2015માં બિહારની વિધાનસભાની ચૂંટણી હતી. બરાબર એ જ વખતે સંઘના પ્રમુખ મોહન ભાગવતે અનામતની વિરોધમાં નિવેદન આપ્યું હતું. એ નિવેદનની ગંભીર અસર થઈ હતી.

મોદીએ બિહારમાં સભા સંબોધતી વખતે અનામતની તરફેણમાં નિવેદન આપ્યું હતું અને મતદારોને ધરપત બંધાવી હતી. બિહારના ભાજપના નેતાઓએ પણ અનામતની તરફેણમાં નિવેદનો આપ્યા હતા અને અનામત નાબુદ નહીંં થાય એવી સ્પષ્ટતા કરી હતી. છતાં નીતીશ અને લાલુના ગઠબંધને એ મુદ્દો ઉઠાવીને બિહારમાં સૌથી વધુ બેઠકો મેળવી હતી.

એમાં ય લાલુ પ્રસાદ યાદવના આરજેડીએ એવો પ્રચાર કર્યો હતો કે બિહારમાં ભાજપની સરકાર આવશે તો અનામત નાબુદ થઈ જશે. એ મુદ્દે આરજેડીએ 80 બેઠકો મેળવી હતી. આરજેડી 2015ની ચૂંટણીમાં બિહારમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ વર્ષે જ બિહારમાં ચૂંટણી થવાની છે ત્યારે ફરીથી અનામતનો મુદ્દો સપાટી ઉપર આવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vppvEw
via Latest Gujarati News

Post a Comment

0 Comments