આજે દિલ્હીનો ફેંસલો : મત ગણતરી પહેલાં પાટનગરમાં ચૂસ્ત બંદોબસ્ત


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર

દિલ્હી વિધાનસભાની આઠમી ફેબુ્રઆરીએ યોજાયેલી ચૂંટણીની મતગણતરી માટે  રાષ્ટ્રીય પાટનગરમાંઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 70 સભ્યોની વિધાનસભાનું  પરિણામ જાણવા લોકોની ઉત્સુકતા એટલા માટે વધુ તીવ્ર બની ગઇ હતી કે તમામ એક્ઝિટ પોલ દ્વારા આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી દર્શાવી હતી.

ઉપરાંત મતદાનની ્અંતિમ ટકાવારી જાહેર કરવામાં પણ ચૂંટણી પંચે મોડું કર્યું હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તેમના સમર્થકોને જીતની ઉજવણીમાં  ફટાકડા નહીં ફોડવા આદેશ કર્યો હતો.

પક્ષના સૂત્રોએ કહ્યું હતું કે જો કે અમે જીતના જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી, પરંતુ અમારા નેતા કેજરીવાલે પર્યાવરણને નુકસાન કરે એવા ફટાકડા નહીં ફોડવા આદેશ કર્યો હતો. તો આ તરફ જો કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળે તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધ કરવા અંગે કોંગ્રેસમાં મતભેદ સર્જાય હતા.

દિલ્હીના પ્રભારી પી.સી.ચાકોને નેતૃત્વ હેઠળનું એક જુથ માને છે કે ગઠબંધ કરવું જોઇએ, જ્યારે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપરા માને છે કે આપણે સરકારમાં સામેલ ન  થવું જોઇએ.જો કે તમામ જો અને તો પરિમામ પછી જ અમલી બનશે.

શાસક આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની જ લડાઇ દરમિયાન અનેક  વખતે અસંસદીય ભાષાનો ઉપયોગ કરાયો હતો અને ઉશ્કેરણીજનક ભાષણો પણ અપાયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં 79 મહિલાઓ સહિત કુલ 672 ઉમેદવારો પોતાનો ભાગ્ય અજમાવી રહ્યા છે.દિલ્હીમાં મતદાન પુરૂં થયાના લગભગ 24 કલાક પછી ચૂંટણી પંચે રવિવારે 62.59 ટકા મતદાન થયું હોવાનું જાહેર કર્યું હતું.

આના કારણે આમ આદમી પાર્ટીએ શંક વ્યક્ત કરી હતી.દિલ્હીમાં સત્તાવાળાઓ મતગણતરી મથકો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી રહ્યા હતા. પાટનગરના 11 જિલ્લાઓમાં 21 જગ્યાએ મત ગણતરી કરાશે.મત ગણતરી પર 33 સુપરવાઇઝરો બાજ નજર રાખશે. 13780 મતદાન મથકોમાં પ્રિસાઇડીંગ ઓફિસરે પણ કેટલા મત પડયા તેની ગણતરી કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UHbOLq
via Latest Gujarati News

Post a Comment

0 Comments