દિલ્હીની ગાર્ગી કોલેજમાં છેડતી મુદ્દે વિદ્યાર્થિનીઓનાં ધરણાં પછી FIR નોંધાઇ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર

દિલ્હીની ગાર્ગી કોલેજના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીનીઓએ વાર્ષિકોત્સવ દરમિયાન કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો હવે સોશિયલ મીડિયામાં ઉઠાવ્યો છે. સાથે જ ત્યાં ઉપસિૃથત પોલીસવાળાઓ સમગ્ર ઘટના નિષ્ક્રિય બનીને જોતા રહ્યા હોવાનો આરોપ મુક્યો છે. 

સમગ્ર ઘટના સામે આવ્યા બાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અિધકારીએ કેમ્પસમાં જઈને સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી અને કોલેજ પ્રશાસનની ફરિયાદ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી. 

કોલેજની વિદ્યાર્થીનીઓએ વાર્ષિકોત્સવ દરમિયાન 30-35 વર્ષની ઉંમરના કોલેજના ન હોય તેવા બહારના લોકો નશામાં ધૂત થઈને કોલેજમાં ઘૂસી આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું તેવો દાવો કર્યો છે.

પ્રત્યક્ષદર્શીઓ, વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં નશામાં ધૂત લોકો દક્ષિણ દિલ્હીના કોલેજ ગેટ પાસે એકત્રિત થઈને બળજબરીપૂર્વક અંદર ઘૂસે છે તેમ જોઈ શકાય છે.

એક વિદ્યાર્થીનીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરત સાથે અંદર ઘૂસી આવેલા તત્વોએ મહિલાઓનું ઉત્પીડન કરીને સમગ્ર કેમ્પસમાં તેમનો પીછો કર્યો હોવાનો અને અંદર સિગારેટ પીધી હોવાનો દાવો કર્યો હતો અને સાથે જ તેના વિઝ્યુઅલ્સ પૂરા પાડવાની તૈયારી દર્શાવી હતી. 

વાર્ષિકોત્સવ દરમિયાન છેડતીની ઘટનાનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીનીઓ પ્રદર્શન પર ઉતરી આવી હતી જેથી દિલ્હી મહિલા આયોગની ટીમે કેમ્પસમાં જઈને છોકરીઓ પાસેથી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત કોંગ્રેેસે આ મુદ્દાને લોકસભામાં રજૂ કર્યો હતો. આ સમગ્ર ઘટના વખતે રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના જવાનો કેમ્પસના સામે જ ઉભા હતા પરંતુ તેમણે કોઈ મદદ ન કરી તેવો દાવો કરવામાં આવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37dDZo8
via Latest Gujarati News

Post a Comment

0 Comments