બેંગાલુરૂમાં બાળકોને મળવા પોલીસ અધિકારીના 'ગૃહ મંત્રી'ના ઘરની બહાર ધરણાં


(પીટીઆઇ) બંગલુરૂ, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર

બેંગલુરૂના એક આઇપીએસ અધિકારીને મહિલા શક્તિનો એ વખતે પરચો મળ્યો હતો જ્યારે બાળકોને મળવા પૂર્વ પત્નીના ઘરે ગયા હતા.જાહેરમાં થયેલા ડ્રામામાં એસપી કક્ષાના અધિકારીએ પત્નીના ઘરની બહાર ધરણા કર્યા હતા. પત્નીએ બાળકોને મળવા ના દેતા પતિદેવ ગાંધીવાદી રસ્તે ચઢી ગયા અને મહિલાના ઘરની બહાર જ ધરણા પર બેસી ગયા હતા.

જો કે મહિલા પણ જાય એવી નહતી. તેણે પણ પૂર્વ પતિને ખસેડવા પોલીસને બોલાવી હતી. અરૂણ રંગરાજન નામના એક આઇપીએસ અધિકારી જેઓ કલાબુર્ગી ઇન્ટરનલ સિક્રિટી વિભાગમાં એસપી તરીકે ફરજ બજાવે છે તેઓ સાદા ડ્રસમાં છુટાછડેલા લઇ ચૂકેલી પત્નીના ઘરે રહેતા બાળકોને મળવા વસંતનગર ગયા હતા.

રવિવારની આ ઘટનામાં તેઓ ધરણા પર બેસી જતાં આવતા જતાં લોકોએ ભીડ કરી હતી. જોતજોતામાં લોકો અને માધ્યમો પૂર્વ પત્નીના ઘરની બહાર ભેગા થઇ ગયા હતા. એ વખતે પૂર્વ પત્નીએ પોલીસને પણ બોલાવી લીધી હતી.

પત્ની ઇલાકિયા કરૂણાગરન પણ હોમગાર્ડમાં નાયબ કમાન્ડન્ટ જનરલ છે. રંગરાજન પોતે આઇપીએસ અધિકારી છે એ વાત જોતાં પોલીસ પણ અચંબામાં પડી ગઇ હતી. પોલીસે રંગરાજનને ઘટના સ્થળેથી ખસી જવા વિનંતી કરી હતી.પરંતુ રંગરાજને સામે સવાલ કર્યો હતો 'શું હું કોઇ તોફાન કરૂં છું? હું તો શાંતિથી બેઠો છું'.

ત્યાર પછી પત્રકારો તરફ વળી તેમણે કહ્યું હતું ' શું હું કોઇ તોફાન કરૂં છું? તમે પણ થોડા સમયથી અહીંયા છો. શું તમે મને ખોટી ભાષામાં બોલતો જોયો હતો? હું તેની સાથે ઝગડો કરૂં છું એમ કહીને ઇલાકિયા એ જ પોલીસને બોલાવી હતી'.

તેમણે પોલીસને પૂછ્યું હતું કે તમે મને કયા કાયદા હેઠળ અહીંથી જતા રહેવા કહો છો?મેં તો કોઇ ખરાબ કામ પણ કર્યું નથી. એમારા લવ મેરેજ હતા. અમને છત્તીસગઢના નકસલગ્રસ્ત વિસ્તારમાં ફરજ પર મૂક્યા હતા.લગ્નના એક વર્ષની અંદર જ અમારી વચ્ચે ઝગડા શરૂ થયા હતા. ત્યાર પછી એના ઘરે જ અમે કર્ણાટક કેડરમાં શિફ્ટ થવા નિર્ણય કર્યો હતો.

અહીંયા આવ્યા પછી અમે છુટા થઇ ગયા. કોર્ટે તેમનેા બે બાળકોને મળવાની છુટ આપી હતી. છતાં પત્ની બાળકોને મળવા દેતી નહતી. અંતે આઇપીએસ અધિકારીએ ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા કરવા નિર્ણય કર્યો હતો. બાળકોને મળ્યા પછી  પોલીસે તેમને ત્યાંથી ખસેડયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vojuaQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments